વરિષ્ઠ કોંગ્રેસી નેતાનો દાવો, 'વિજય માલ્યાને સંસદમાં જેટલી સાથે વાત કરતા જોયો હતો'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેમણે લિકર કિંગ વિજય માલ્યાને દેશમાંથી ભાગતા પહેલા સસંદના કેન્દ્રીય કક્ષમાં નાણામંત્રી અરુણ જેટલી સાથે વાત કરતા જોયો હતો.

વરિષ્ઠ કોંગ્રેસી નેતાનો દાવો, 'વિજય માલ્યાને સંસદમાં જેટલી સાથે વાત કરતા જોયો હતો'

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેમણે લિકર કિંગ વિજય માલ્યાને દેશમાંથી ભાગતા પહેલા સસંદના કેન્દ્રીય કક્ષમાં નાણામંત્રી અરુણ જેટલી સાથે વાત કરતા જોયો હતો. પુનિયાએ કહ્યું કે 'જ્યારે માલ્યા દેશમાંથી ભાગી ગયો છે તે ખબર પડી ત્યારે તેના બે દિવસ પહેલા જ મેં સંસદના કેન્દ્રીય કક્ષમાં તેને જેટલીજી સાથે વાત કરતા જાયો હતો. મેં જોયું કે બંને ઊભા રહીને વાત કરતા હતાં.'

આ અગાઉ ગઈ કાલે રાતે પુનિયાએ ટ્વિટ કરીને પણ દાવો કર્યો હતો અને જેટલી પર  ખોટુ બોલાવાનો આરોપ લગાવ્યો હતો. વાત જાણે એમ છે કે માલ્યાએ બુધવારે કહ્યું કે તેઓ ભારતમાંથી રવાના થયા તે પહેલા નાણામંત્રીને મળ્યા હતાં. લંડનમાં વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવા માટે પહોંચેલા માલ્યાએ પત્રકારોને કહ્યું કે તેણે મંત્રી સાથે મુલાકાત કરી હતી અને બેંકો સાથે મામલાની પતાવટ માટે રજુઆત પણ કરી હતી. 

— ANI (@ANI) September 12, 2018

જો કે નાણા મંત્રી અરુણ જેટલીએ આ દાવાને સરસાર જુઠ્ઠાણું ગણાવ્યું છે. આ બાજુ માલ્યાના આ દાવા બાદ ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસે માલ્યાના આ દાવા પર સરકારનો જવાબ માંગ્યો છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે માલ્યાનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. તેમણે કહ્યું કે '2014થી મેં માલ્યાને મળવા માટે  કોઈ સમય આપ્યો નથી. આથી તેને મળવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો કે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતાં ત્યારે સદનની કાર્યવાહીમાં સામેલ થતા હતાં. એક અવસર પર જ્યારે હું સદનમાં મારા રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેમણે પ્રિવિલેજનો ખોટો ઉપયોગ કર્યો.'

VIDEO : विजय माल्या का दावा, भारत छोड़ने से पहले वित्त मंत्री से की थी मुलाकात

પોતાના ફેસબુક પેજ પર જેટલીએ લખ્યું કે 'તેઓ મારી પાસે આવ્યાં અને કહ્યું કે તેઓ સેટલમેન્ટ માટે એક ઓફર તૈયાર કરી રહ્યાં છે. જેના પર મેં તેમને કહ્યું હતું કે આ અંગે મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તેમણે બેંકો સાથે વાત કરવી જોઈે. માલ્યાં પોતાના હાથમાં જે કાગળ લઈને ફરતા હતાં અને મને આપવાની કોશિશ કરતા હતાં તે કાગળો પણ મેં લીધા નહતાં.'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ્યાના દાવાને અતિ ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તપાસના આદેશ આપવા જોઈએ. તપાસ પૂરી થાય ત્યાં સુધી જેટલીએ રાજીનામું આપવું જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news