Corona Vaccine લગાવી ચૂકેલા લોકો માટે રાહતના સમાચાર, સરકારે કહી આ વાત
કોરોના વેક્સીન (Corona Vaccine) ના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. સરકારે રસીકરણ પછી શરીરમાં બનનાર એન્ટિ-બોડીઝની માહિતી શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વેક્સીન (Corona Vaccine) ના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. સરકારે રસીકરણ પછી શરીરમાં બનનાર એન્ટિ-બોડીઝની માહિતી શેર કરી છે.
'રસીના બંને ડોઝથી 9 મહિના માટે રક્ષણાત્મક કવચ'
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, કોરોના રસીના બંને ડોઝ લગાવ્યા પછી તેનાથી શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિ લગભગ 9 મહિના કે તેથી વધુ સમય સુધી રહે છે. એવામાં સાવચેતીના પગલા તરીકે રસીના બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય યોગ્ય છે. પ્રથમ તબક્કામાં આ વધારાનો ડોઝ કોરોના વોરિયર્સ, ગંભીર રીતે બીમાર અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગુ કરવામાં આવશે.
ડૉક્ટર ભાર્ગવે કહ્યું, 'જો તમને રસીકરણ પછી પણ કોરોના સંક્રમ થાય તો તમારી રોગપ્રતિકારક શક્તિ અન્ય લોકો કરતા વધુ હશે. તેથી કોઈ પણ વ્યક્તિએ કોરોના રસીકરણ કરાવવામાં બેદરકાર ન રહેવું જોઈએ.
'રિસર્ચમાં એન્ટિબોડીઝની કરી પુષ્ટિ'
તેમણે કહ્યું કે ચીનમાં કોરોના સંક્રમણ (Coronavirus) ના 9 મહિના પછી પણ શરીરમાં એન્ટી બોડી અને સેલ્યુલર રિસ્પોન્સ મળ્યો છે. અમેરિકામાં થયેલા રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે એન્ટિબોડી પ્રતિક્રિયાઓ સંક્રમણ બાદ 13 મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહે છે. ઈઝરાઇઝ, ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, અમેરિકા, ઓસ્ટ્રિયા અને ઈટલીમાં કરવામાં આવેલા 10 રિસર્ચમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે કોરોના વેક્સીનના (Corona Vaccine) બંને ડોઝ પછી શરીરને લગભગ 10 મહિના સુધી રોગપ્રતિકારક શક્તિ મળે છે.
'ભારતમાં 3 જગ્યાએ થયું રિસર્ચ'
ડૉક્ટર ભાર્ગવે કહ્યું, 'ભારતમાં કોરોના વેક્સિનની અસર પર 3 રિસર્ચ થયા છે. આમાંથી બે સંશોધન ICMR અને મુંબઈની લેબમાં કરવામાં આવ્યા છે. સંશોધનમાં જાણવા મળ્યું કે 284 દર્દીઓમાં 8 મહિના, 755 દર્દીઓમાં 7 મહિના અને 244 દર્દીઓમાં 6 મહિના સુધી રોગપ્રતિકારક શક્તિ રહી હતી.
'બૂસ્ટર ડોઝ ચેપ ઘટાડશે'
તેમણે કહ્યું કે ભારતમાં બનેલી દેશી કોરોના વેક્સીન (Corona Vaccine) કોવૈક્સીન એક 'વાયરિયન કિલ' રસી છે. તો બીજી તરફ કોવિશિલ્ડ રસી વાયરલ વેક્ટર આધારિત છે. ડૉક્ટર ભાર્ગવે સ્પષ્ટતા કરી કે રસીની એકસ્ટ્રા ડોઝ (Booster Dose) કોરોના સંક્રમણને રોકવા માટે નથી. તેનાથી માત્ર એટલો જ ફાયદો થશે કે સંક્રમણની ગંભીરતા ઓછી થઈ જશે. હોસ્પિટલમાં દાખલ થવાનો અવકાશ ઓછો થશે અને મૃત્યુના કેસ ઓછા વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે