Coronavirus: શું કોરોના રસીના કારણે ગયા લોકોના જીવ? ICMR એ કર્યો મહત્વપૂર્ણ સ્ટડી

Coronavirus: ભારતમાં કોરોના વાયરસના આવ્યા બાદ હાર્ટ એટેકના કેસ વધ્યા છે. અનેક યુવાઓએ હાર્ટ એટેકના કારણે જિમમાં કસરત કરતા કે પછી લગ્નમાં નાચતા નાચતા દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.

Coronavirus: શું કોરોના રસીના કારણે ગયા લોકોના જીવ? ICMR એ કર્યો મહત્વપૂર્ણ સ્ટડી

ભારતમાં કોરોના વાયરસના આવ્યા બાદ હાર્ટ એટેકના કેસ વધ્યા છે. અનેક યુવાઓએ હાર્ટ એટેકના કારણે જિમમાં કસરત કરતા કે પછી લગ્નમાં નાચતા નાચતા દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદથી સામાન્ય લોકો અને એક્સપર્ટ્સમાં પણ એ કન્ફ્યૂઝન બની કે શું વાયરસ કે પછી કોવિડની રસીમાંથી તો કોઈ એક કારણ નથી જેના લીધે લોકોના જીવ જઈ રહ્યા છે. 

દર્દીઓ પર કરાયો સ્ટડી
IMCR આ પરિણામ પર પહોંચવા માટે સતત સ્ટડી  કરી રહ્યું છે. આવા જ એક સ્ટડીના પરિણામ સામે આવ્યા છે. જેમાં એવા દર્દીઓ પર નજર રાખવામાં આવી જે કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 18 વર્ષથી 45 વર્ષના 14419 લોકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો. આ દર્દી દેશના અલગ અલગ 31 હોસ્પિટલોમાં દાખલ થયા હતા. સપ્ટેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2023 સુધીના આંકડા ભેગા કરવામાં આવ્યા છે.  

40 વર્ષથી ઉપરના પુરુષોમાં જોખમ વધુ
સ્ટડીના તારણો મુજબ સ્ટડીમાં સામેલ કુલ 6.5 ટકા લોકોના એટલે કે 942 લોકોના જીવ કોરોના થયાના એક વર્ષમાં ગયા. તેમાંથી 95 ટકા લોકોને કોરોનાનું ગંભીર ઈન્ફેક્શન થયું હતું. 95 ટકા દર્દીઓને કોઈને કોઈ બીમારી હતી. 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને કોરોના વાયરસથી મોતનું જોખમ મહિલાઓની સરખામણીમાં વધુ જોવા મળ્યું. 

સ્ટડીમાં એક મહત્વની વાત એ સાબિત થઈ કે 60 ટકા દર્દીઓને કોવિડની રસીના કારણે સુરક્ષા મળી. એવા લોકો જેમને ઈન્ફેક્શન થતા પહેલા ફક્ત એક જ ડોઝ લીધો હતો તેમને પણ ફાયદો થયો. 

અચાનક થતા મોતનું કારણ શું?
ICMR આ સ્ટડી ઉપરાંત અન્ય બે સ્ટડી કરી રહ્યું છે. એક સ્ટડીમાં એ જોવામાં આવશે કે રસીના કરાણે શું 18થી 45 વર્ષના લોકોના શરીરમાં બ્લડ ક્લોટ થવાની પરેશાની થઈ રહી છે કે નહીં? બીજા સ્ટડીમાં એ જોવામાં આવી રહ્યું છે કે 18થી 45 વર્ષના યુવાઓના અચાનક થઈ રહેલા મોતનું કારણ શું છે? 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news