1971નું યુદ્ધ : કાળું કપડું અને પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો હતો આખો તાજમહેલ

પાકિસ્તાની વાયુ સેનાના હવાઈ હુમલાઓને પગલે દેશમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે છતાં સંગેમરમરથી બનાવેલ તાજમહેલ રાતમાં પણ ચમકતો હતો. આવામા ખતરો એ હતો કે, પાક વાયુ સેનાના લડાકુ વિમાન તાજમહેલને પોતાનુ નિશાન બનાવી શકે છે. 

1971નું યુદ્ધ : કાળું કપડું અને પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો હતો આખો તાજમહેલ

નવી દિલ્હી : ભારત-પાકિસ્તાન 1971ના યુદ્ધમાં પાકિસ્તાની લડાકુ વિમાનોએ પોતાનો બીજો હુમલો આગ્રા પર કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની વાયુ સેનાએ ભારતીય એરબેઝની સાથે વિશ્વના સાતમા અજાયબી એવા તાજમહેલને ધ્વસ્ત કરવાનું પણ ષડયંત્ર રચ્યું હતું. આ ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાની એરફોર્સ પણ પોતાના મનસૂબામા સફળ થઈ શક્યું હતું, પણ આ પહેલા જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બી-57 વિમાનને ક્રેશ કર્યું હતું. 

પાક એરફોર્સના હુમલાથી રન-વેને મામૂલી નુકશાન
સેના સાથે જોડાયેલ વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા ફેંકાયેલ બોમ્બમાંતી ત્રણ બોમ્બ એરપોર્ટ કેમ્પસમાં આવીને ફાટ્યા હતા. તેને કારણે આગ્રા એરબેઝના રન-વેને મામૂલી નુકશાન પહોંચ્યું હતું. તો કેટલાક બોમ્બ નજીકના ખેતરમાં જઈને પડ્યા હતા. તો કેટલાક બોમ્બ નજીકના વિસ્તારોમાંથી જીવતા મળી આવ્યા હતા. પાકિસ્તાની એરફોર્સનુ પ્લાનિંગ એ હતું કે, તે આગ્રા એરબેઝને સમગ્ર રીતે નષ્ટ કરી દે. જેનાથી ભારતીય સેનાને આગ્રાથી મળતી એરફોર્સની મદદ ન મળી શકે. જોકે, વાયુસેનાની દ્રઢ ઈચ્છાશક્તિ સામે પાકિસ્તાનના તમામ મનસૂબા અસફળ નિવડ્યા હતા. ભારતીય વાયુસેનાએ રાતોરાત રન-વેનું સમારકામ કર્યું હતું. 

કાળા કપડા અને પાંદડાથી ઢંકાયો હતો તાજમહલ
પાકિસ્તાની વાયુ સેનાના હવાઈ હુમલાઓને પગલે દેશમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે છતાં સંગેમરમરથી બનાવેલ તાજમહેલ રાતમાં પણ ચમકતો હતો. આવામા ખતરો એ હતો કે, પાક વાયુ સેનાના લડાકુ વિમાન તાજમહેલને પોતાનુ નિશાન બનાવી શકે છે. જેથી તાજમહેલની સુરક્ષા માટે આનનફાનનમાં કવાયત શરૂ કરવામાં આવી હતી. તાજમહેલનું મુખ્ય ગુંબજ અને ચાર મિનારને કાળા રંગના કપડાથી ઢાંકી દેવાયા હતા. આ ઉપરાંત મુખ્ય ગુંબજની ચારે તરફ લાકડાના થાંભલા બાંધીને કાળા રંગના કપડાની નીચે લટકાવવામાં આવી હતી.  ગુંબજ અને નીચે જમીન પર પાંદડા અને ઘાસ પાથરી દેવામા આવ્યુ હતું, જેથી દુશ્મનોને તાજમહેલનો કોઈ પણ હિસ્સો દેખાય નહિ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news