ડિયર જિંદગી: અટકેલી આત્મહત્યાનો કિસ્સો!

આત્મહત્યાના વિચાર અસલમાં હંમેશા સ્થગિત કરવા યોગ્ય છે. જીવન કેટલું પણ મુશ્કેલ કેમ નહોય, તે હંમેશા સંભાવના છે. એવી મુસાફરીનો સંકેત છે, જેનો એક છેડો આપણી નજરથી દૂર છે. 

ડિયર જિંદગી: અટકેલી આત્મહત્યાનો કિસ્સો!

જીવન શું છે! આ અંગે આપણને અનંત, વિવિધ વિચારો મળે છે. જે આપણને તેના મહત્વ અંગે આપણા વિચારથી અવગત કરાવે છે. આ બધા વચ્ચે એક નવી ચીજ આપણી વચ્ચે ઘર કરી રહી છે, અને તે છે ડિપ્રેશનની કોખથી ઉપજેલો આત્મહત્યાનો વિચાર. 

હું હંમેશા આત્મકથા, જીવનના અધ્યયન પર ભાર મૂકુ છું. તેનાથી આપણને ખાસ વ્યક્તિ, તે સમય અંગે વધુમાં વધુ વાતો જાણવાનો અવસર મળે છે. એ વાત અલગ  છે કે બહુ ઓછી એવી આત્મકથા મળશે, જેના નિવેદનોમાં 'જેવું જીવન જીવ્યા'વાળી સ્પષ્ટતા, સચ્ચાઈ હોય. ગાંધીની આત્મકથા આ સંદર્ભે લાજવાબ છે. પોતાના અંગે આનાથી વધુ સચ્ચાઈ દુર્લભ છે. 

એવું લાગે છે કે ગાંધી ખુબ સરળતા, સહજતાથી જીવનને બધાની સામે રજુ કરી નાખે છે. ગાંધીના ત્યાં પણ તમને એવી અનેક ઘડીઓ જોવા મળશે, જ્યારે તેઓ આત્મગ્લાનિથી છલોછલ હતાં. અસલમાં આ પ્રસંગ તેમના મોહનદાસથી 'બાપુ'ની સફરના શરૂઆતનો સમય છે. ગાંધી બાળપણમાં તે તમામ ચીજોથી ઘેરાયેલા હતાં જેના માટે આજે પણ માતા પિતા ચિંતિત છે. પરંતુ ગાંધીનો સૌથી અલગ કરનારો ફક્ત એક જ ગુણ છે, તે છે પોતાના વિચારો પર દ્રઢતા!

બાળપણમાં જે બાળક ગાંધીનું મન આત્મહત્યા જેવા વિચારની નજીક પહોંચ્યું હતું, આગળ જઈને તેમણે જ ભારતને નવજીવન આપ્યું. જીવનના મહત્વની દ્રષ્ટિએ ગાંધીની વ્યાખ્યા ફક્ત આ એક જ વાક્યથી કરી શકાય છે, 'સત્યાગ્રહ'. પોતાના વિચારો પર કાયમ રહેવાની દ્રઢતા, ભૂલ સ્વીકારી લેવી. 

હાલના દિવસોમાં ગાંધી પર રોબર્ટ પેનની 'ધ લાઈફ એન્ડ ડેથ ઓફ મહાત્મા ગાંધી'નું સંવાદ પ્રકાશન દ્વારા અનુવાદ 'મહાત્મા ગાંધી જીવનગાથા' વાંચતા ગાંધીની 'ડિપ્રેશન અને આત્મહત્યા વિરુદ્ધ' ભૂમિકા પર વિચાર કરી રહ્યો છું. મને લાગે છે કે ગાંધીના વિચાર દેશ, સમાજ માટે જેટલા પ્રાસંગિક છે, તેટલા જ મહત્વપૂર્ણ તે જીવનના વિકાસ અને તેને તણાવથી બચાવવા માટે પણ છે. 

હવે આ બાયોગ્રાફી (જીવનકથા)ની વાત હાલના દિવસોમાં ચર્ચામાં છે. સંગીતકાર એ આર રહેમાનની જીવનકથા કૃષ્ણા ત્રિલોકે લખી છે. તેમાં રહેમાન સ્વીકારે છે કે પચ્ચીસ વર્ષની ઉંમર સુધી તેઓ ખુબ જ નિરાશ હતાં. તેઓ પોતાને એટલા નિષ્ફળ ગણતા હતાં કે આત્મહત્યા અંગે પણ વિચારતા હતાં. 

પિતાના નિધન બાદ રહેમાનના દિવસો ખુબ જ મુશ્કેલીઓભર્યા હતાં. ઘરનો ખર્ચ ચલાવવા માટે માતા તેમના પિતાના વાદ્યયંત્રોને ભાડે આપતી હતી. તેને ફક્ત રહેમાન જ ચલાવી શકતા હતાં. આથી તેઓ પણ તે વાદ્યયંત્રો સાથે જતા હતાં. આ તેમનું કામ બની ગયું હતું. 

ભારતના સૌથી સફળ, સુપરિચિત સંગીતકારોમાંથી એક રહેમાન ક્યારેય ફિલ્મોમાં સંગીત આપવા માંગતા નહતાં. તેઓ તો બેન્ડ અને નોન ફિલ્મી મ્યૂઝિક સુધી જ સિમિત રહેવા માંગતા હતાં. પરંતુ પરિવારની આર્થિક સમસ્યાઓને કારણે તેમણે આમ કરવું પડ્યું. 

બહુ ઓછી ઉંમરમાં તેઓ મલયાલમ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ઈન્સ્ટુમેન્ટલિસ્ટ તરીકે સ્થાપિત થઈ ગયાં હતાં. ત્યારબાદ પણ પચ્ચીસની ઉંમર સુધી તેઓ ભારે નિરાશા, તણાવથી ઘેરાયેલા હતાં અને આત્મહત્યા અંગે વિચાર્યા કરતા હતાં. 

રહેમાનની સામે જે પણ હતું તેનાથી તેઓ આપણી જેમ જ ખિજાયેલા રહેતા હતાં. તેઓ અસલમાં એવી દુનિયામાં ખોવાયેલા રહેવા માંગતા હતાં જેના બીજ તેમના મનમાં પિતાની સંગતથી રોપાયેલા હતાં. પરંતુ ગમે તે પ્રકારે તેઓ પોતાના સંઘર્ષમાં ઊભા રહ્યાં. પોતાના સપનાને પોતાની આંખમાં થમાવીને. 

આજે જે આત્મહત્યા આપણી સામે આવી રહી છે, તેનું કારણ પણ એ જ છે કે તે પોતાની આંખોમાં સજાવેલા ખ્વાબ માટે સંઘર્ષની મશાલને છેલ્લા શ્વાસ સુદી થામવાનો જુસ્સો અધવચ્ચે છોડી દે છે. પોતાના સપના માટે, લડવું જરૂરી છે. 

કોઈ પણ સપનું આત્મહત્યાથી પૂરું થતું નથી. તેના માટે જીવવું પડે છે, લડવું પડે છે. દિવસને રાત અને રાતને દિવસ બનાવવા પડે છે. સપના મરીને પૂરા થતા નથી. તેના માટે જીવતા રહેવું એ સૌથી જરૂરી શરત છે!

આજે જ્યારે રહેમાન પચાસ વર્ષથી વધુની ઉંમરના થઈ ગયા છે, આપણે કહી શકીએ કે જો રહેમાને આત્મહત્યાને પડતી ન મૂકી હોત, તો આપણે તેમના રચેલા અનોખા, મીઠા, સુરીલા સંગીતથી વંચિત રહી જાત, જય હો, છૈયા-છૈયા તો તેમના પડાવના કેટલાક અહેસાસ છે. રહેમાનનું યોગદાન તે સિનેમા, સંગીત, સંસ્કૃતિને બનાવવામાં અનેકગણું વધારે છે, જે આપણને સંગીતના સુખની સાથે સાથે પોતાના પર ગર્વ કરવાની તક આપે છે. 

આજના ડિયર જિંદગીના મૂળ કિરદાર તો રહેમાન, ગાંધી છે. જેમનું જીવન આપણને સમજાવે છે કે આત્મહત્યાના વિચાર અસલમાં હંમેશા સ્થગિત કરવા યોગ્ય છે. જીવન કેટલું પણ મુશ્કેલ કેમ નહોય, તે હંમેશા સંભાવના છે. એવી મુસાફરીનો સંકેત છે, જેનો એક છેડો આપણી નજરથી દૂર છે. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news