PAK: સેનાએ સિંધ પોલીસ ચીફનું કર્યું અપહરણ, પોલીસે કરી બગાવત, 'સિવિલ વોર'ના અણસાર

પાકિસ્તાનમાં સેના અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ છે. આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સૈનિકોએ સિંધ પોલીસ પ્રમુખનું અપહરણ કરી લીધું, જેના લીધે સેના પ્રમુખને કેસની તપાસના આદેશ આપવા પડ્યા છે.

PAK: સેનાએ સિંધ પોલીસ ચીફનું કર્યું અપહરણ, પોલીસે કરી બગાવત, 'સિવિલ વોર'ના અણસાર

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સેના અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ છે. આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સૈનિકોએ સિંધ પોલીસ પ્રમુખનું અપહરણ કરી લીધું, જેના લીધે સેના પ્રમુખને કેસની તપાસના આદેશ આપવા પડ્યા છે. જોકે આદેશ તેમણે પાકિસ્તાનમાં ફેલાઇ રહેલા તણાવના કારણે દબાણમાં આવીને આપ્યા છે. 

સમાચારો અનુસાર કથિત રીતે સિંધ પોલીસ પ્રમુખનું અપહરણ કરીને તેમને પીએમએલ (એન)ની ઉપાદ્યક્ષ મરયમ નવાજ શરીફ વિરૂદ્દહ કાર્યવાહી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. ત્યારબાદ કરાંચીમાં પોલીસ અધિકારીઓએ પોલીસ ચીફના સમર્થનમાં સામૂહિક રજા પર જવાની ધમકી આપી છે. 

ઇસ્લામાબાદના સૂત્રો જણાવ્યું કે વિપક્ષી દળો, પોલીસ અને સેના (Pakistan army ) વચ્ચે ચાલી રહેલી તણાતણી સાથે પાકિસ્તાનમાં ઝડપથી ગૃહ યુદ્ધ (civil war) જેવી સ્થિતિ છે. સિંધ પોલીસે સોમવારે મરયમ નવાજ શરીફના પતિ અને પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફના જમાઇ સફદર અવાનને કરાંચીની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. પછી તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા. 

આ દરમિયાન બુધવારે (21 ઓક્ટોબર)ના રોજ પાકિસ્તાનમાં ચાર માળની બિલ્ડીંગમાં મોટો વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોના મોત થયા છે અને 15 લોકોને ઇજા પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ ગુલશન-એ-ઇકબાલમાં કરાંચી યુનિવર્સિટી મસ્કન ગેટ સામેની ઇમારતમાં થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news