Income Tax Rebate: ભાડાના ઘરમાં રહેતા હોવ તો આવકવેરામાં મળી શકે છે છૂટ, જાણો માહિતી

જો તમે હજુ સુધી તમારું આઈટી રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો તરત રિટર્ન ફાઈલ કરી લો. આવકવેરા રિટર્ન  (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકો છો. આવકવેરા વિભાગના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારું આવકવેરા રિટર્ન દાખલ કરી શકો છો. 
Income Tax Rebate: ભાડાના ઘરમાં રહેતા હોવ તો આવકવેરામાં મળી શકે છે છૂટ, જાણો માહિતી

Income Tax Rebate: જો તમે હજુ સુધી તમારું આઈટી રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો તરત રિટર્ન ફાઈલ કરી લો. આવકવેરા રિટર્ન  (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકો છો. આવકવેરા વિભાગના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારું આવકવેરા રિટર્ન દાખલ કરી શકો છો. 

આવકવેરા વિભાગે કરદાતાઓને અપીલ કરી છે કે તેઓ ઈ ફાઈલિંગ પોર્ટલ દ્વારા આઈટીઆર ફાઈલ કરે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આવકવેરા રિટર્ન કે આઈટીઆર ફાઈલિંગ અધિકૃત વેબસાઈટ  incometax.gov.in પર જઈને થઈ શકે છે. નવા પોર્ટલમાં ફોર્મ 26AS ને સરળતાથી ડાઉનલોડ કરવાની સુવિધા પણ છે. ફોર્મ 26AS જેને એન્યુઅલ સ્ટેટમેન્ટ ફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં કરદાતાની તમામ કર સંબંધિત જાણકારી જેમ કે ટીડીએસ વગેરે સામેલ છે. 

મકાનના ભાડા પર છૂટ
જો તમે હાઉસ રેન્ટ તરીકે આપવામાં આવેલી રકમ પર આવકવેરામાં છૂટ મેળવવા માંગતા હોવ તો પહેલી શરત એ છે કે તમે પગારદાર હોવ. તમારા પગારમાં હાઉસ રેન્ટ અલાઉન્સ  (HRA) સામેલ છે. જે આવકવેરાની કલમ 10 (13એ) હેઠળ એક નિશ્ચિત મર્યાદા સુધી કરમુક્ત છે. 

જાણો શું છે નિયમો અને શરતો 
મોટાભાગે કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ અલાઉન્સને તેમના પગારનો ભાગ માનવામાં આવે છે. કર્મચારીઓને ચૂકવવામાં આવેલા મકાન ભાડા પર કાપનો દાવો કરવાની જોગવાઈ આવકવેરા અધિનિયમ 1961માં રજુ કરાઈ હતી. આ સાથે આવા કર્મચારીઓ આવકવેરા અધિનિયમની કલમ  80GG હેઠળ ચૂકવવામાં આવેલા મકાન ભાડા પર છૂટનો દાવો કરી શકે છે. 

આ સાથે જ નિયમ સ્વરોજગારવાળા લોકો ઉપર પણ લાગુ થાય છે. પરંતુ છૂટ મેળવવા માટે કેટલાક નિયમો અને શરતો સમજવી જરૂરી છે. દાખલા તરીકે કોઈ કર્મચારીને કલમ 80GG હેઠળ છૂટનો દાવો કરવા માટે નાણાકીય વર્ષ દરમિયાન HRA મળેલું ન હોવું જોઈએ. 

HRA હેઠળ છૂટનો દાવો કરનારા કરદાતા કલમ 80GG હેઠળ ચૂકવણી કરાયેલા ભાડા પર છૂટનો દાવો કરી શકે નહીં. આ સાથે જ કલમ 80GG હેઠળ છૂટ માટે દાવો કરનારા વ્યક્તિનું શહેરમાં કોઈ ઘર હોવું જોઈએ નહીં. જે શહેરમાં ઓફિસ હોય કે વ્યવયાય હોય ત્યાં વાસ્તવમાં પતિ કે પત્ની, સગીર બાળકો કે હિન્દુ અવિભાજિત પરિવારના નામ પર કોઈ ઘર હોવું જોઈએ નહીં. જો શહેરમાં કોઈ કર્મચારીનું ઘર છે જ્યાં તે કામ કરે છે તો તે છૂટ માટે દાવો કરી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news