G20 માં PM મોદીએ કહ્યું- પેરિસ કરારના લક્ષ્યને પુરો કર્યો, ફક્ત LED થી અટકાવ્યું લાખો ટન Co2 ઉત્સર્જન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ રવિવારે G-20 સમિટમાં ક્લાઇમેટ ચેંજના મુદ્દે પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે અત્યારે અમારું ધ્યાન કોરોનાથી લોકોનો જીવ અને દેશની અર્થવ્યવસ્થાને બચાવવા પર છે.

G20 માં PM મોદીએ કહ્યું- પેરિસ કરારના લક્ષ્યને પુરો કર્યો, ફક્ત LED થી અટકાવ્યું લાખો ટન Co2 ઉત્સર્જન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ રવિવારે G-20 સમિટમાં ક્લાઇમેટ ચેંજના મુદ્દે પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે અત્યારે અમારું ધ્યાન કોરોનાથી લોકોનો જીવ અને દેશની અર્થવ્યવસ્થાને બચાવવા પર છે. પરંતુ અમારી નજરમાં ક્લાઇમેટ ચેંજ સામે લડાઇ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ભારત ના ફક્ત આ મામલે કરેલા પેરિસ કરારના લક્ષ્યને પુરો કરી રહ્યો છે. પરંતુ તેને પાર કરવા જઇ રહ્યો છે. 

ધરતીને બચાવવા માટે ભારતનું યોગદાન
નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારું લક્ષ્ય 2030 સુધી 26 લાખ હેક્ટર ઉજ્જડ જમીનનો ઉપયોગ લાયક બનાવાનો છે. અમે એલઇડી લાઇટને મોટી સંખ્યા સુધી પહોંચાડી અને આ નિર્ણયથી અમે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન રોકી લીધું. ઉજ્જવલા યોજનાની મદદથી અમે 8 કરોડથી વધુ કરોડો ઘરોમાં રસોઇના ધુમાડાથી મુક્ત કર્યા છે. આ આખી દુનિયામાં સૌથી મોટી ક્લીન એનર્જી ડ્રાઇવમાંથી એક છે. 

પ્રાચીનકાળથી પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી દેશ છે ભારત
પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની અમારી પરંપરા અને મારી સરકારના કમિટમેન્ટના કારણે ભારતે લો કાર્બન અનેક્લાઇમેટના મુજબ કરવામાં આવેલા ડેવલોપમેંટને અપનાવ્યું છે. માનવતાની સમૃદ્ધિ માટે દરેક માણસને સમૃદ્ધિ થવું જોઇએ. ભારત આગામી પેઢીના  મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે મેટ્રો નેટવર્ક, જળ માર્ગ અને ઘણું બધુ બની રહ્યું છે. ભારતના આ તમામ નિર્ણય સુવિધા સાથે સ્વચ્છ પર્યાવરણને પણ પ્રોત્સાહન આપશે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 'અમે વર્ષ 2030 સુધી 26 મિલિયન હેક્ટર ડિગ્રેડેડ લેંડને રિસ્ટોર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. અમે સર્કુલર ઇકોનોમીને એનકરેજ કરી રહ્યા છે. ISA કાર્બન ફૂટપ્રિંટને ઓછી કરવામાં યોગદાન આપશે. નવી અને સસ્ટેનેબલ ટેક્નોલોજીમાં રિસર્ચ અને ઇનોવેશાનને પ્રોત્સાહન માટે આ સૌથી સારો સમય છે. અમે સહયોગની ભાવના સાથે આમ કરવા માંગીએ છીએ. 

સાઉદી અરબની મેજબાનીમાં આયોજન
જી20 મીટિંગથી ઇતર આયોજિત ઇવેંટમાં સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સઉદ (Saudi King Salman bin Abdulaziz Al-Saud) ની ભાગીદારી જોવા મળી જે આ વખતે  G20 સંમેલનના મેજબાન છે. આયોજન દરમિયાન ઇટલીના પ્રધાનમંત્રી ગિયુસેપ કોંટે, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news