Canada-India Relation: જેવા સાથે તેવા! કેનેડા પર ભારતનો વળતો પ્રહાર, ડિપ્લોમેટને કહ્યું- 5 દિવસમાં ભારત છોડો

Canada-India Relation: કેનેડા અને ભારતના સંબંધો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના વાર બાદ હવે ભારતે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. ભારત સરકારે કેનેડાના એક વરિષ્ઠ રાજનયિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

Canada-India Relation: જેવા સાથે તેવા! કેનેડા પર ભારતનો વળતો પ્રહાર, ડિપ્લોમેટને કહ્યું- 5 દિવસમાં ભારત છોડો

કેનેડા અને ભારતના સંબંધો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના વાર બાદ હવે ભારતે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. ભારત સરકારે કેનેડાના એક વરિષ્ઠ રાજનયિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ભારતે કેનેડાના રાજનયિકને પાંચ દિવસની અંદર દેશ છોડવાનું કહ્યું છે. ભારતની આંતરિક રાજનીતિમાં કેનેડાના રાજનયિક પર હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે. આ સાથે જ કહેવાઈ રહ્યું છે કે રાજનયિક ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ પણ હતા. 

વાત જાણે એમ છે કે ભારતે કેનેડાના હાઈ કમિશનરને તલબ કર્યા હતા. ત્યારબાદ ભારતે એક વરિષ્ઠ કેનેડિયન રાજનિયકને નિષ્કાષિત કરી દીધા અને આ નિર્ણયની જાણકારી કેનેડાના હાઈ કમિશનરને આપી. એવું કહેવાય છે કે સંબંધિત રાજનિયકને આગામી પાંચ દિવસની અંદર ભારત છોડવાનું જણાવવામાં આવ્યું છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટનો હાથ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ભારતના રાજનયિક પવન કુમાર રાયને નિષ્કાસિત કર્યા હતા. નિજ્જરની આ વર્ષે 18 જૂનના રોજ ગુરુદ્વારા સામે જ બાઈક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. 

— ANI (@ANI) September 19, 2023

પીએમ ટ્રુડોએ કેનેડાની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા બાદ અમારી તપાસ એજન્સલી ભારતના એજન્ટની ભૂમિકાની પૂરી સક્રિયતાથી તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય અને અમારા સાર્વભૌમત્વનો ભંગ છે.  ભારત પર આરોપબાજીવાળા તેમના નિવેદન બાદ કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારતના એક ટોચના ડિપ્લોમેટને નિષ્કાસિત કરી દેવાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આજે અમે કાર્યવાહી તરીકે ભારતના એક પ્રમુખ રાજનયિકને નિષ્કાસિત કરી રહ્યા છીએ, પરંતુ અમે તેના મૂળ સુધી જઈશું. જો આ સાબિત થશે તો તે અમારા સાર્વભૌમત્વ અને એક બીજા સાથે સંપર્કના પાયાના નિયમનો મોટો ભંગ હશે.  સંસદમાં ટ્રુડોના આ નિવેદનને ભારતે સંપૂર્ણ પણે ફગાવી દીધુ. વિદેશ મંત્રાલય તરફથી બહાર પડેલા નિવેદનમાં પીએમ ટ્રુડોના નિવેદનને પાયાવિહોણું અને  ભ્રામક ગણાવવામાં આવ્યું. 

નોંધનીય છે કે હરદીપસિંહ નિજ્જરને ભારતની સુરક્ષા એજન્સીઓએ ભાગેડું અને આતંકવાદી જાહેર કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય તપાસ એજન્સી તરફથી નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news