સીમા વિવાદ વચ્ચે લદ્દાખથી દારચા સુધી આ પ્રોજેક્ટને પુરો કરી રહ્યું છે ભારત

ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે હિમાચલ પ્રદેશના દારચાથી લદ્દાખને જોડનાર રણનીતિક માર્ગ પર કામ ઝડપી કરી દીધું છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી. 

સીમા વિવાદ વચ્ચે લદ્દાખથી દારચા સુધી આ પ્રોજેક્ટને પુરો કરી રહ્યું છે ભારત

નવી દિલ્હી: ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે હિમાચલ પ્રદેશના દારચાથી લદ્દાખને જોડનાર રણનીતિક માર્ગ પર કામ ઝડપી કરી દીધું છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 290 કિલોમીટર લાંબા આ રોડ લદ્દાખ ક્ષેત્રના સરહદ પર આવેલા અડ્ડાઓ પર સૈનિકો તથા ભારે હથિયારોની અવર-જવર માટે મહત્વપૂર્ણ હશે અને કારગિલ ક્ષેત્ર સુધી મહત્વપૂર્ણ માર્ગ ઉપલબ્ધ કરાવશે. આ મનાલી-લેહ માર્ગ અને શ્રીનગર-લેહ રાજમાર્ગ બાદ લદ્દાખ માટે ત્રીજો માર્ગ હશે. 

એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે હિમાચલ પ્રદેશથી લદ્દાખ સુધી એક વૈકલ્પિક માર્ગને પુન: ખોલવાનું કામ ઝડપી કરી દીધું છે. કારણ કે આ રણનીતિક મહત્વવાળો રોડ છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ 2022ના અંત સુધી પુરો થવાની સંભાવના છે. 

સૂત્રોએ કહ્યું કે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર દૌલત બેગ ઓલ્ડી અને ડેપસાંગ જેવા તેમના મહત્વપૂર્ણ વિસ્તારો સુધી સૈનિકોની અવરજવર માટે અનેક રોડ પ્રોજેક્ટ પર કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે. 

બીઆરઓ લદ્દાખને ડેપસાંગને જોડનાર એક મહત્વપૂર્ણ રોડ પર કામ કરી રહ્યા છે. આ રોડ લદ્દાખમાં સબ-સેક્ટર નોર્થ (એસએસએન) સુધી પહોંચ પુરી પાડશે. 

પૂર્વી લદ્દાખમાં ગતિરોધના કારણે પૈંગોગ સો સરોવર પાસે ફિંગર વિસ્તારમાં ભારત દ્વારા એક મુખ્ય રોડ નિર્માણ મુદ્દે ચીનનો વિરોધ કરવાનો છે. આ ઉપરાંત ડાર્બુક-શાયોક-દૌલત બેગ ઓલ્ડી રોડને જોડનાર વધુ એક રોડનું નિર્માણ પણ આ કારણોમાં સામેલ છે. 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગત મહિને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં લદ્દાખ સહિત સરહદી વિસ્તારોમાં નિર્માણધીન અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news