એન્ડ્રોઇડના કથિત દુરૂપયોગ માટે ગુગલની વિરુદ્ધ તપાસના આદેશ

ગુગલ પર અગાઉ અમેરિકામાં પણ આ પ્રકારનાં આરોપો લાગી ચુક્યા છે, જે મુદ્દે તેના પર 4.34 અબજ યુરોનો દંડ  પણ લાગી ચુક્યો છે

એન્ડ્રોઇડના કથિત દુરૂપયોગ માટે ગુગલની વિરુદ્ધ તપાસના આદેશ

નવી દિલ્હી : દેશનાં એન્ટી ટ્રસ્ટ વોચડોટ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ અલ્ફાબેટ ઇંકના એકમ ગૂગલની વિરુદ્ધ તપાસ માટેના આદેશ આપ્યા છે. પ્રતિસ્પર્ધીઓને બ્લોક કરવા માટે પોતાનાં પોપ્યુલર એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમના દબદબાના કથિત દુરૂપયોગ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ વાત ઘટનાક્રમની માહિતી ધરાવતા બે સુત્રોને આ અંગે એક સમાચાર એજન્સીને માહિતી આપી હતી. 

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગત્ત વર્ષે ફરિયાદની તપાસ ચાલુ કરી દીધી હતી. આ ફરિયાદ તેને મળતી આવતી છે, જેનો સામનો ગૂગલનાં યૂરોપમાં કરવો પડ્યો હતો. આ ફરિયાદના પગલે કંપની પર 4.34 અબજ યુરો (5 અબજ ડોલર)નો દંડ લાગ્યો હતો. એપ્રીલના મધ્યમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ જોયું કે ફરિયાદમાં લગાવાયેલા આરોપોમાં કેટલીક વસ્તુઓ છે અને પોતાની ઇનવેસ્ટિગેશન એકમને વ્યાપક તપાસ કરવાનાં આદેશ આપ્યા. આ વાત ઘટનાક્રમની સીધી માહિતી ધરાવતા એક સુત્રએ જણાવ્યું હતું. 

મુંબા દેવીના દર્શન કરવા ગયેલા રોબર્ટ વાડ્રા સામે મોદી-મોદીના નારા લાગ્યા
બીજા સુત્રએ પણ આદેશની પૃષ્ટી કરી છે. ફુલ ઇનવેસ્ટિગેશનના આદેશને પબ્લિક નથી કરવામાં આવ્યું. એક સુત્રએ જણાવ્યું કે, યૂરોપિયન યુનિયનનાં મુદ્દે જોતા સીસીઆઇ માટે આ એક મજબુત કેસ છે. સીસીઆઇએ પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે, ગૂગલે પોતાનાં દબદબાવાળી પોઝીશનનો દુરૂપયોગ કર્યો. સુત્રોએ જણઆવ્યું કે, આ તપાસ આશરે એખ વર્ષમાં પુર્ણ થશે અને આગામી મહિનામાં ગુગલ એક્ઝિક્યુટિવ્સને સીસીઆઇની સામે સમન કરવામાં આવી શકે છે. જો કે સીસીઆઇએ આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે ફરિયાદી કોણ છે તે અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી શકી નથી. જો કે ફરિયાદ કરનારાઓમાં એકથી વધારે લોકોનો સમાવેશ થાય છે. 

ભારતમાં ગુગલની ફરિયાદનો સ્પષ્ટ અહેવાલ સામે નથી આવી શક્યો. પરંતુ સુત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, તે યુરોપની કંપનીની વિરુદ્ધ કાળ કરવામાં આવેલા કેસની જેવો જ છે. યુરોપિયન યુનિયનના કેસમાં રેગ્યુલેટર્સે કહ્યું કે, ગૂલે મેન્યુફેક્ચરર્સને એન્ડ્રોઇડ ડિવાઇસ પર ગુગલ પ્લે સ્ટોરની સાથે ગુગલ સર્ચ અને પોતાનું ક્રોમ બ્રાઉઝર પ્રી ઇન્સ્ટોલ કરવા માટે મજબુર કરી, જેના કારણે તેને અયોગ્ય ફાયદો થયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news