Corona Update: ભારતે તો અમેરિકાને પણ આ મામલે પછાડ્યું, 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ, 2100થી વધુ મોત
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે. નવા કેસમાં રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે આ બધા વચ્ચે ભારતમાં કોરોનાએ દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.
Trending Photos
Corona Update: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે. નવા કેસમાં રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે આ બધા વચ્ચે ભારતમાં કોરોનાએ દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.
એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,59,30,965 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,34,54,880 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 22,91,428 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2104 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,84,657 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ 13,23,30,644 લોકોને અત્યાર સુધી કોરોનાની રસી આપવામાં આવી છે.
India reports 3,14,835 new #COVID19 cases, 2,104 deaths and 1,78,841 discharges in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,59,30,965
Total recoveries: 1,34,54,880
Death toll: 1,84,657
Active cases: 22,91,428
Total vaccination: 13,23,30,644 pic.twitter.com/S5wPm9KGwf
— ANI (@ANI) April 22, 2021
નવા કેસે તો અમેરિકાનો પણ રેકોર્ડ તોડ્યો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ ભારતમાં કોવિડ-19ના નવા કેસ પહેલીવાર 3 લાખને પાર કરી ગયા અને અમેરિકાના દૈનિક કેસનો રેકોર્ડ પણ તોડ્યો. આ અગાઉ 8 જાન્યુઆરીએ અમેરિકામાં સૌથી વધુ કોરોનાના કેસ 3 લાખ 7 હજાર 581 નોંધાયા હતા.
અમેરિકા કરતા પણ વધુ ઝડપથી ભારતમાં વધી રહ્યા છે કેસ
ભારતમાં અમેરિકાથી પણ વધુ ઝડપથી નવા કેસની સંખ્યા વધી રહી છે અને 1 લાખ દૈનિક કેસથી 3 લાખ સુધી પહોંચવામાં ફક્ત 17 દિવસનો સમય લાગ્યો છે. આ દરમિયાન દૈનિક કેસની સંખ્યામાં પ્રતિદિન 6.76 ટકાની વૃદ્ધિ થઈ છે. અમેરિકામાં 1 લાખથી 3 લાખ સુધી દૈનિક કેસ પહોંચવામાં 67 દિવસનો સમય લાગ્યો હતો અને આ મામલે રોજનો વૃદ્ધિ દર 1.58 ટકા હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે