#IndiaKaDNA: અમિત શાહે કહ્યું, કોંગ્રેસે માત્ર નેહરુની ભુલો જ છુપાવી છે

નવી દિલ્હી (Lok Sabha elections 2019) ની રાજનીતિક સોગઠાબાજી બિઝાવાઇ ચુકી છે. મોહરાઓ પણ તૈયાર છે, પરંતુ મુદ્દાઓ શું હશે, જે રાજપથનો રસ્તો નિશ્ચિત કરશે. આ જ સવાલોને ખોલવા માટે આજે ZEE NEWS ના મંચ પર રાજનીતિનો મહાસંવાદ #IndiaKaDNA  એટલે કે ચોકીદારોનું સૌથી મોટુ સમ્મેલન સોમવારે થયું. 2019નાં સૌથી મોટા રાજનીતિક મંચ પર આત સતત તમને તમારા દરેક સવાલનો જવાબ મળશે. 
#IndiaKaDNA: અમિત શાહે કહ્યું, કોંગ્રેસે માત્ર નેહરુની ભુલો જ છુપાવી છે

નવી દિલ્હી : નવી દિલ્હી (Lok Sabha elections 2019) ની રાજનીતિક સોગઠાબાજી બિઝાવાઇ ચુકી છે. મોહરાઓ પણ તૈયાર છે, પરંતુ મુદ્દાઓ શું હશે, જે રાજપથનો રસ્તો નિશ્ચિત કરશે. આ જ સવાલોને ખોલવા માટે આજે ZEE NEWS ના મંચ પર રાજનીતિનો મહાસંવાદ #IndiaKaDNA  એટલે કે ચોકીદારોનું સૌથી મોટુ સમ્મેલન સોમવારે થયું. 2019નાં સૌથી મોટા રાજનીતિક મંચ પર આત સતત તમને તમારા દરેક સવાલનો જવાબ મળશે. 
રાજનીતિક મંચના દરેક મોટા ખેલાડી આજે ZEE ન્યૂઝના મંચ પર દેશ સામે રુબરુ થશે. 
LIVE અપડેટ...
- અમિત શાહે કહ્યું કે, હું વિશ્વાસ અપાવવા માંગુ છુ કે મતગણતરીમાં સીટોની સંખ્યા અને માર્જીન જોઇને વિપક્ષીઓનું હૃદય દહેલી જશે. 
- અમિત શાહે કહ્યું કે, વિપક્ષ ખ્યાલી ખીચડીઓ પકાવી રહ્યું છે. દેશમાં ભાજપની સરકાર બનશે અને મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બનશે. ભાજપને 282થી વધારે સીટો મળશે. 
- અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ મમતા સરકાર મને ચૂંટણી લડતા અટકાવવા માટે મારા પર 5 કેસ લગાવી દીધા. મમતાને આ વખતે જનતાની શક્તિની માહિતી મળશે. 
- અમિત શાહે કહ્યું કે, સમજોતા બ્લાસ્ટ કેસને ચૂંટણી સાથે જોડીને ન જોવામાં આવવો જોઇએ. 
- અમિત શાહે કહ્યું કે, ઇવીએમને હેક કરવાનો પડકાર કોઇ પાર્ટીએ કબુલ નથી કર્યું, ઇવીએમ પર નિર્ણય ચૂંટણી પંચને લેવાનો છે. 
-  અમિત શાહે કહ્યું કે, મતદાન માટે કોંગ્રેસે હિંદુ આતંકવાદનો આરોપ લગાવ્યો. હિંદુ આતંકવાદનો આરોપ લગાવનારા  જનોઇ પહેરીને મત માંગવા જઇ રહ્યા છે. 
- અમિત શાહે કહ્યું કે, ઇંદીરા ગાંધીએ જેએનયું બંધ કરાવી દીધું હતું. કોંગ્રેસે જ આ દેશની સંસ્થાઓને નબળી પાડી છે. 
- અમિત શાહે કહ્યું કે, કાશ્મીર સમસ્યાઓ માટે જવાહરલાલ નેહરૂ જવાબદાર છે. કોંગ્રેસ શાસનમાં નેહરુની ભુલોને છુપવવામાં આવી. ચીનને વીટો પાવર પંડિત નહેરુનાં કારણે મળ્યો.
- અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં અલગ વડાપ્રધાન બનાવવાનાં પ્રયાસને અમે સફળ નહી બનવા દઇએ. કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે. 
- શાહે કહ્યું કે, હું બુથ પર કામ કરનારા પોસ્ટર ચિપકાવનારો વ્યક્તિ હતો. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું મારા માટે ગૌરવની વાત છે. 
- કોંગ્રેસ આગામી 5 વર્ષ પણ સત્તાથી દુર રહેશે, ભાજપનાં નવા વોટબેંકને મીડિયા નથી સમજી શકતું. 
- શાહે કહ્યું કે, યુપીમાં આપણે સતર્કતા સાથે ચૂંટણી લડવી પડશે. 
- શાહે કહ્યું કે, જ્યાં સુધી 35એનો સવાલ છે 2020માં રાજ્યસભાનું ચિત્ર પણ બદલાશે. રાજ્યસભામાં ભાજપ વધારે મજબુત બનશે. 
- શાહે કહ્યું કે, ગરીબી હટાવવાનો નારો કોંગ્રેસની ચાર પેઢીઓથી ચાલી રહ્યું છે. અમારી સરકારે ગરીબો માટે ધરાતલ પર કામ કર્યું છે. જન-ધન યોજના, ઉજ્વલા યોજનાથી ગરીબીની સ્થિતીમાં પરિવર્તન આવ્યું. 60 કરોડ લોકોને મફત ગેસ કનેક્શન, 50 કરોડ લોકોને સ્વાસ્થય વીમા આપવામાં આવ્યો. 
- અમીત શાહે કહ્યું કે, સ્વાર્થ માટે કરવામાં આવેલા ગઠબંધન સફળ નહી થાય. દેશમાં મહાગઠબંધન નામની કોઇ વસ્તું નથી. યુપીમાં ગઠબંધન કેવું છે, અન્ય રાજ્યોમાં ગઠબંધનનું સ્વરૂપ બધા જ જાણે છે. 
- ભાજપ અધ્યક્ષ શાહે કહ્યું કે, જ્યારે પણ હુમલો થશે ગોળીનો જવાબ ગોળા દ્વારા આપવામાં આવશે. આત્મરક્ષા માટે હુમલો કરવો અમારો અધિકાર છે. પુલવામા બદલા માટે અમે ચૂંટણીની રાહ જોઇ શકીએ તેમ નહોતા. 
- શાહે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019ને ભાજપ કાર્યકર્તા હળવામાં નથી લઇ રહ્યા. દરેક ચૂંટણી પડકાર હોય છે. આ અંગે પણ દેશમાં મોદી લહેર છે. દેશ કહી રહ્યો છે કે એકવાર ફરીથી મોદી સરકાર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news