MP: ભિંડમાં વાયુસેનાનું વિમાન ક્રેશ, પાઈલટ સુરક્ષિત

: મધ્ય પ્રદેશના ભિંડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન અકસ્માતગ્રસ્ત થયું છે.

MP: ભિંડમાં વાયુસેનાનું વિમાન ક્રેશ, પાઈલટ સુરક્ષિત

ભિંડ: મધ્ય પ્રદેશના ભિંડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન અકસ્માતગ્રસ્ત થયું છે. સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રાહત કાર્યમાં લાગ્યા છે. આ વિમાન અકસ્માત ભિંડના ભારૌલી પાસે મન કા બાગ વિસ્તારમાં થયો.

મળતી માહિતી મુજબ આ વિમાન નિયમિત તાલિમ ઉડાણ પર હતું. વિમાનને ફ્લાઈટ લેફ્ટેનન્ટ અભિલાષ ઉડાવી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ અભિલાષ સુરક્ષિત છે. પ્રશાસનની સાથે સાથે એરફોર્સના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 

— ANI (@ANI) October 21, 2021

અત્રે જણાવવાનું કે ભિંડમાં આ બીજો વિમાન અકસ્માત થયો છે. બે વર્ષ પહેલા પણ ભિંડના જ ગોહદમાં આ પ્રકારે વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news