ચીનને જવાબ આપવા માટે ભારતીય સેનાએ લદ્દાખમાં વધારી શક્તિ, 4 ડિવીઝન આર્મી તૈનાત
Trending Photos
નવી દિલ્હી: લદ્દાખ (Ladakh)માં ભારતીય સેના (Indian Army) તેની સૌથી મોટું સૈન્ય તૈનાત કરી રહ્યું છે. ચીન તરફથી તૈનાતીના જવાબમાં ભારતીય સેનાએ લદ્દાખમાં વધુ એક ડિવીઝન તૈનાત કર્યું છે. આ ડિવીઝનની તૈનાતી બાદ માત્ર પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના કુલ ચાર ડિવીઝન થઈ ગયા છે. મેથી પહેલા આ વિસ્તારમાં માત્ર એક ડિવીઝન તૈનાત હતું.
એક ડિવીઝનમાં 15થી 20 હજાર સુધી સૈનિકો હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશથી લઇ જવામાં આવેલા આ નવું ડિવીઝન પૂર્વ લદ્દાખમાં તૈનાત રહશે. આ સાથે જ તેની આર્ટિલરી લદાખ પણ પહોંચશે. ચીને એલએસી તરફ તેના સૈનિકોની તૈનાતમાં એક મોટો વધારો કર્યો છે. લદાખમાં ચીન સાથે 856 કિલોમીટરની સરહદ છે, જે કારાકોરમ પાસથી દક્ષિણ લદ્દાખના ચૂમુર સુધીની છે. એલએસીના પ્રારંભિક ભાગથી એટલે કે, કારાકોરમ પાસથી દૌલાત બેગ ઓલ્ડિ, ડેપસાંગ પ્લેન, ગલવાન ખીણ, પેન્ગાંગ તળાવ, ડેમચોક, કોઈલ અને ચૂમુર સુધી, ચીનમાંથી ઘૂસણખોરી થવાની સંભાવના છે. તેથી, ભારતીય સેના એલએસીના કોઈપણ ભાગને અસુરક્ષિત છોડવા માગતી નથી.
આ પહેલા મે મહિનામાં તણાવ શરૂ થયા પછી તરત જ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના બે માઉન્ટેન ડિવીઝનોને લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેમના સૈનિકોની પૂર્વ લદ્દાકમાં સારી રીતથી એક્લમટાઇઝ (Acclemtized) કરવામાં આવ્યા અને તે પછી તેઓને મહત્વપૂર્ણ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા. ચીન સાથે તણાવ બે મહિના બાદ પણ ઓછો થયો નથી, પરંતુ ચીન તરફથી વધુ સૈન્ય, ટેન્ક અને સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ પછી જ, ભારતીય સેનાએ લદ્દાખમાં સૈનિકોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.
મે પહેલાં લેહ નજીક તૈનાત એક ડિવીઝન જ સિયાચીનથી ચૂમુર સુધીના આખા વિસ્તાર પર નજર રાખતો હતો. લેહ સ્થિત 14મી કોર્પ્સ એકમાત્ર એવા કોર્પ્સ છે જેની પાકિસ્તાન અને ચીન બંનેની સરહદ છે. પાકિસ્તાન સાથે કારગિલ, દ્રાસ જેવા વિસ્તારની સુરક્ષાની જવાબદારી 8 ડિવિઝન પાસે છે અને ચીનની સરહદની સુરક્ષાની જવાબદારી 3 ડિવિઝન પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે