ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Video
India China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે
Trending Photos
India China Army Video: ભારતીય સેનાએ ફરી એકવાર પોતાની મજબૂત તાકાત સાબિત કરી છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરતા ચીનના જવાનોને હંફાવ્યા છે. આ જીત કોઈ યુદ્ધની જીત નથી, પરંતુ મેદાનમાં ખુલ્લેઆમ કરાયેલી લડાઈની છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન અંતર્ગત સુડાન, આફ્રિકામાં તૈનાત ભારતીય સૈનિકોએ રસ્સાખેંચ સ્પર્ધામાં ચીનના સૈનિકોને માત આપી હતી. આ રોમાંચક મુકાબલાનો વીડિયો સામે આવ્ય છે, અને દરેક કોઈ ભારતીય જવાનોની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે.
આ સ્પર્ધા મિત્રતાભર્યા માહોલ વચ્ચે યોજાઈ હતી. જેમાં બંને દેશોની ટીમ સ્પર્ધામાં ઉતરી હતી. બંને દેશોની ટીમે જીતવા માટે પૂરતુ જોર લગાવી દીધું હતું. ભારતીય સૈનિકોએ પોતાની શારીરિક શક્તિ અને ટીમ વર્કથી જોરદાર પ્રદર્શન કરીને ચીનની ટીમને હરાવ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
લોકો આ વીડિયો જોઈને ભારતીય સેનાના વખાણ કરી રહ્યાં છે કે ન માત્ર યુદ્ધમાં, પરંતું ભારતીય સૈનિકોની બહાદુરી રમતમાં પણ ઝળકે છે. બંને દેશો વચ્ચેની આ સ્પર્ધા બહુ જ રોમાંચક બની રહી હતી. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને હરાવ્યા હતા.
#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials
(Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3
— ANI (@ANI) May 28, 2024
સંયુક્ત રાષ્ટ્ર મિશન, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્ર મિશનનું લક્ષ્યાંક સંઘર્ષ કરતા દેશો કે વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવાનુ છે. આ મિશન સ્વેચ્છાછી યોગદાન આપનારા સદસ્ય દેશોના સૈનિકો અને પોલીસ કર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે