ભારતના લોકોના હાડકાં થઈ રહ્યા છે પોલાં, કારણ છે ટેન્શન કરાવે એવું
વડીલોમાં દર વર્ષે લગભગ 1 ટકાને દરે હાડકાંને ઘસારો લાગે છે
Trending Photos
નવી દિલ્હી : દરેક વ્યક્તિને રોજ 800થી 1000 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં એક વ્યક્તિ રોજ સરેરાશ 429 મિલિગ્રામ કેલ્શિયમનં જ સેવન કરે છે. ઇન્ટરનેશનલ ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશન (આઇઓએફ) દ્વારા આહારમાં લેવાતા કેલ્શિયમ વિશે એક ખાસ વાતનો ખુલાસો થયો છે. અભ્યાસ પ્રમાણે કેલ્શિયમ હાડકાંની મજબૂતી માટે બહુ મહત્વનું છે. કેલ્શિયમની ઉણપથી ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાં બરડ થવાની સમસ્યા વધે છે.
હાર્ટકેયર ફાઉન્ડેશન (એચસીએફઆઇ)ના અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલે માહિતી આપી છે કે, "દરેક વ્યક્તિને જીવનના અલગઅલગ તબક્કે કેલ્શિયમના અલગઅલગ પ્રમાણની જરૂર પડે છે. હાડકાંના ઝડપી વિકાસના કારણે ટીનેજરમાં કેલ્શિયમની જરૂરિયાત સૌથી વધારે હોય છે. આ સિવાય ઘડપણમાં પણ હાડકાં મજબૂત રાખવા વધારે કેલ્શિયમ જોઈએ છે. આ સમયે શરીરની ભોજનમાંથી કેલ્શિયમનું શોષણ કરવાની ક્ષમતા ઘટી જતી હોવાથી પણ વધારે કેલ્શિયમનું સેવન હિતાવહ છે. વડીલોમાં દર વર્ષે લગભગ 1 ટકાના દરે હાડકાંને ઘસારો લાગે છે જેના કારણે શરીરમાંથી 15 ગ્રામ કેલ્શિયમ જાય છે. આ સમયે જો યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમનું સેવન ન કરવામાં આવે તો હાડકાં પોલા થઈને નબળાં પડી જાય છે."
કેલ્શિયના સ્ત્રોત્રની વાત કરીએ તો દૂધ, દહીં અને પનીરમાંથી પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. રોજ સવારે અને સાંજે એક-એક ગ્લાસ દૂધ તેમજ ભોજનમાં દહીં અને પનીર લેવાથી પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી શકે છે. આ સિવાય કાળા ચણા, અડદની દાળ તેમજ તલમાંથી પણ કેલ્શિયમ મળે છે. આ સિવાય નારંગીના રસ, મશરૂમ તેમજ ઇંડાની જરદી પણ કેલ્શિયમનો મજબૂત સ્ત્રોત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે