Canada નો મોહ ઉતરવા લાગ્યો? અરજીઓની સંખ્યામાં અધધધ...ઘટાડો નોંધાયો, ખાસ વાંચો અહેવાલ

Canada Study Visa: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદની અસર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે આ વર્ષના બીજા છમાસિકમાં કેનેડામાં અભ્યાસ માટે અરજી  કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

Canada નો મોહ ઉતરવા લાગ્યો? અરજીઓની સંખ્યામાં અધધધ...ઘટાડો નોંધાયો, ખાસ વાંચો અહેવાલ

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદની અસર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે આ વર્ષના બીજા છમાસિકમાં કેનેડામાં અભ્યાસ માટે અરજી  કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ભારતથી સ્ટડી વિઝાની અરજીની સંખ્યા ગત વર્ષના કુલ 145,881 થી ઘટીને 2023માં ફક્ત 86,562 જોવા મળી એટલે કે લગભગ 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. 

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઘટતી અરજી સંખ્યાનો રિપોર્ટ સૌથી પહેલા આઉટલેટ બેટર ડવેલિંગે કર્યો હતો જેમાં કહેવાયું હતું કે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે હાલમાં શોષણના અનેક કેસ સામે આવ્યા છે જેનાથી કેનેડામાં અભ્યાસ માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હાલમાં સોશિયલ મીડિયા પર કેનેડામાં પડે રહેલી મુશ્કેલીઓ વિશે પોસ્ટ  કર્યું છે, ેમના આ પોસ્ટની અસર પણ જોવા મળી રહી છે. 

આ અગાઉ ઓગસ્ટમાં કેનેડાના આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદાય મંત્રી સીન ફ્રેઝરે કહ્યું હતું કે દેશમાં કેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે તેની મર્યાદા નક્કી કરવા મુદ્દે વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે કેનેડા હાલ આવાસ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. અહીં વસ્તી તો ઘણી છે પરંતુ રહેવા માટે ઘરો ઓછા છે, જેના કારણે ઘરોની કિંમતો ખુબ વધી ગઈ છે. આવામાં અહીં ભણતા વિદ્યાર્થીઓએ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

અરજીકર્તાઓની સંખ્યાાં ભારે ઘટાડો
IRCC એટલે કે ઈમીગ્રેશન, રિફ્યૂઝીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા મુજબ વર્ષ 2022માં 363541 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જે 2021ના 236077ના આંકડા કરતા વધુ હતી. ઓક્ટોબર 2023 સુધીમાં 261310 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી છે. જે સ્પષ્ટ રીતે જણાવે છે કે અરજીકર્તાઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રસપ્રદ વાત એ છે કે કોવિડ 19 મહામારી વખતે પણ ભારતીય વિદ્યાર્થીઓની અરજીની સંખ્યામાં આટલો ઘટાડો થયો નહતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news