તિરંગાની તાકાત: યુક્રેનથી જીવ બચાવવા હાથમાં ભારતનો ઝંડો લઈને નીકળ્યા પાકિસ્તાની-તુર્કી વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી વાત

Story of Indian Flag in Ukraine : યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને ત્યાંથી સલામત કાઢવા તે ભારત સરકારને સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રશિયાના હુમલામાં યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ બાજુ ઓપરેશન ગંગા હેઠળ સતત યુક્રેનના પડોશી દેશોથી ભારતીયોને લઈ વિમાનો દિલ્હી, મુંબઈ પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે આખી દુનિયાએ ભારતના તિરંગાનું મહત્વ પણ જોયું. 

તિરંગાની તાકાત: યુક્રેનથી જીવ બચાવવા હાથમાં ભારતનો ઝંડો લઈને નીકળ્યા પાકિસ્તાની-તુર્કી વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી વાત

Story of Indian Flag in Ukraine : યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને ત્યાંથી સલામત કાઢવા તે ભારત સરકારને સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રશિયાના હુમલામાં યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ બાજુ ઓપરેશન ગંગા હેઠળ સતત યુક્રેનના પડોશી દેશોથી ભારતીયોને લઈ વિમાનો દિલ્હી, મુંબઈ પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે આખી દુનિયાએ ભારતના તિરંગાનું મહત્વ પણ જોયું. 

બુચારેસ્ટ: યુક્રેનમાં રશિયાની સેના બોમ્બમારો કરી રહી છે. જીવ  બચાવવાની જદ્દો જહેમત ચાલી રહી છે. આવામાં મુશ્કેલ સમયે ભારતના તિરંગાએ માત્ર ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે જ નહીં પરંતુ પાકિસ્તાનના અને તુર્કીના વિદ્યાર્થીઓના પણ જીવ બચાવ્યા. વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત દેશમાથી તિરંગાના સહારે બહાર નીકળવામાં સફળ રહ્યા. યુક્રેનથી રોમાનિયાના બુચારેસ્ટ શહેર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓએ જે કહ્યું તે દરેક ભારતીય માટે ગર્વ કરવા જેવી બાબત છે. ભારતીય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તિરંગાએ અનેક ચેક પોઈન્ટ સુરક્ષિત રીતે પાર કરવામાં મદદ કરી તથા તેના લીધે કેટલાક પાકિસ્તાની અને તુર્કિશ વિદ્યાર્થીઓ પણ સરળતાથી નીકળી શક્યા. 

યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સલામત સ્વદેશ લાવવા માટે ભારત સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આવામાં યુક્રેનથી રોમાનિયા પહોંચેલા આ વિદ્યાર્થીઓને વિશેષ વિમાનોથી ભારત લાવવામાં આવી રહ્યા છે. એર ઈન્ડિયા, ઈન્ડિયોની ઉડાણો સતત યુક્રેનના પડોશી દેશોમાં પહોંચી રહી છે. 

બજારથી સ્પ્રે પેઈન્ટ ખરીદ્યો અને પડદો ખરીદ્યો
દક્ષિણ યુક્રેનના ઓડિસાથી આવેલા એક મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું કે યુક્રેનમાં અમને જણાવવામાં આવ્યું કે ભારતીય હોવા અને ભારતીય ઝંડો લીધો હોવાના કારણે તેમને કોઈ સમસ્યા નહીં થાય. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે તેમણે ભારતીય ઝંડો તૈયાર કરવા માટે બજારમાંથી સ્પ્રે ખરીદ્યું. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે હું બજાર તરફ ભાગ્યો. કેટલાક સ્પ્રે કલર ખરીદ્યા અને એક પડદો લઈ આવ્યો. મે પડદાના અનેક ભાગ કરી  લીધા અને પછી સ્પ્રે કલરની મદદથી ભારતનો તિરંગો ઝંડો બનાવ્યો. 

— ANI (@ANI) March 2, 2022

પાકિસ્તાનીઓએ પકડ્યો તિરંગો
તેમણે જણાવ્યું કે કેટલાક પાકિસ્તાની અને તુર્કિશ વિદ્યાર્થીઓ પણ ભારતીય ઝંડો લઈને ચેકપોઈન્ટ્સ પાર કરી ગયા. એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે આવા સમયે ભારતના તિરંગા ઝંડાએ પાકિસ્તાની અને તુર્કિશ વિદ્યાર્થીઓની ખુબ મદદ કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓ પણ ભારતનો ઝંડો પોતાના હાથમાં લઈને આગળ વધતા હતા. ઓડિસાથી આવેલા આ વિદ્યાર્થીઓ મોલ્ડોવાથી રોમાનિયા પહોંચ્યા હતા. 

એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે ઓડેસાથી એક બસ બૂક કરી અને માલ્ડોવા બોર્ડર સુધી પહોંચ્યા. મોલ્ડોવાના નાગરિકો ખુબ સારા છે. તેમણે અમને ફ્રીમાં રહેવા માટે જગ્યા આપી અને ટેક્સી તથા બસોની વ્યવસ્થા કરી જેથી કરીને અમે રોમાનિયા સુધી પહોંચી શક્યા. ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે તેમને માલ્ડોવામાં વધુ સમસ્યા ન થઈ કારણ કે ભારતીય દૂતાવાસે પહેલેથી વ્યવસ્થા કરી રાખી હતી. 

વિદ્યાર્થીઓએ યુક્રેન-રશિયા યુદ્ધમાં જીવ બચાવવા બદલ ભારતીય દૂતાવાસના કર્મચારીઓનો આભાર માન્યો જેમણે તેમના ખાવા પીવા અને રહેવા માટે વ્યવસ્થા કરી. વિદ્યાર્થીએ કહ્યું કે જ્યારે કોઈ ભારતીય અહીં પહોંચે છે તો તેમને રહેવા માટે જગ્યા અને ખાવાનું અપાય છે. રજિસ્ટ્રેશન થાય છે અને ડેટ ફાઈનલ કરાય છે કે તેમને ક્યારે સ્વદેશ લઈ જવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news