Swiss Bank Report: સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા

વર્ષ 2023માં સ્વિચ બેંકોમાં ભારતીયોની જમા રકમ આશરે 70 ટકા સુધી ઘટી છે. આ ઘટાડા બાદ ભારતીય લોકો અને કંપનીઓના પૈસા ઘટી 1.04 અબજ સ્વિસ ફ્રેંક પર આવી ગયા છે. 

Swiss Bank Report: સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા

નવી દિલ્હીઃ સ્વિસ બેંકોમાંથી ભારતીયો ધડાધડ પૈસા કાઢી રહ્યા છે... જેના કારણે ભારતીયોની જમા રકમમાં 70 ટકા સુધીનો ઘટાડો થયો છે.... આ ઘટાડા પછી ભારતીયોના પૈસા ડૂબકી લગાવીને 1.04 અરબ સ્વિસ ફેંક પર આવી ગયા છે.... જે છેલ્લાં 4 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે... ત્યારે કેમ સ્વિસ બેંકોમાંથી ઘટી રહ્યા છે પૈસા?.. જોઈશું આ અહેવાલમાં....

સ્વિસ બેંકોના શરૂ થઈ ગયા છે બૂરે દિન
ભારતીયો ધડાધડ બેંકમાંથી કાઢી રહ્યા છે પૈસા
છેલ્લાં 4 વર્ષમાં ભારતીયોના પૈસામાં મોટો ઘટાડો

આ ખુલાસો કર્યો છે સેન્ટ્ર્લ બેંક ઓફ સ્વિત્ઝરલેન્ડે.... તેણે પોતાના વાર્ષિક અહેવાલમાં આ સમગ્ર માહિતી બહાર પાડી છે. સ્વિસ બેંકના નામ સાથે જ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો ઉલ્લેખ દરેક વ્યક્તિના મનમાં આવે છે.... જોકે તે તસવીર છેલ્લાં 70 વર્ષમાં બદલાઈ નથી.... જોકે હવે છેલ્લાં 4 વર્ષમાં સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ છે.

સ્વિસ બેંકોમાં ભારતીયોનું ધન ઘટીને 70 ટકા સુધી ઓછું થઈ ગયું છે.... હાલનો આંકડો 9771 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે...એટલે કે 1.03 અરબ ફ્રેન્ક છે... જે છેલ્લાં 4 વર્ષની નીચેની સપાટી પર છે... 2021માં આ આંકડો સૌથી વધારે હતો.... તે સમયે સ્વિસ બેંકોમાં 3.83 અરબ સ્વિસ ફ્રેન્ક જમા હતું.... SNBએ જણાવ્યું હતું કે 2023માં સ્વિસ બેંકોની કુલ દેવાદારી 103.98 કરોડ સ્વિસ ફ્રેન્ક હતી.... જેમાં ગ્રાહક જમા રાશિ તરીકે 31 કરોડ સ્વિસ ફ્રેન્ક છે.... ટ્રસ્ટમાં 1 કરોડ સ્વિસ ફ્રેન્ક છે.... જ્યારે બોન્ડ, સિક્યોરિટીઝ, અન્ય સાધન તરીકે જમા થયેલ રકમ 30.2 કરોડ સ્વિસ ફ્રેન્ક છે... 

સ્વિસ બેંકોમાં જે રીતે ભારતીયો પૈસા કાઢી રહ્યા છે... તે જોતાં ટૂંક સમયમાં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાં ખતમ થઈ જાય તો નવાઈ નહીં.... કેમ કે છેલ્લાં 2 દાયકાના કેલેન્ડર પર નજર કરીએ તો કેટલાંક વર્ષને બાદ કરતાં સ્વિસ બેંકોમાં જમા પૈસામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે..... આ ઘટાડો મુખ્યત્વે બોન્ડ્સ, સિક્યોરિટીઝ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા રાખવામાં આવેલા ભંડોળમાં ઘટાડો થવાને કારણે થયો છે.

આપણે સ્વિસ બેંકોના નામથી જાણીએ છીએ તે વર્ષ 1998માં યુનિયન બેંક ઓફ સ્વિત્ઝરલેન્ડ અને સ્વિસ બેંક કોર્પોરેશનના વિલય પછી અસ્તિત્વમાં આવી હતી.... જે ત્યારથી લઈને અત્યાર સુધી પોતાની ગોપનીયતાના કારણે લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે.... પરંતુ હાલમાં થયેલા બેંકના રિપોર્ટ પછી ફરી એકવાર તે ચર્ચામાં આવી ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news