IND vs BAN: ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ

IND vs BAN Weather Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8 રાઉન્ડની મેચ એન્ટીગામાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
 

IND vs BAN: ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ

એન્ટીગાઃ IND vs BAN Antigua Weather Report: ટી20 વિશ્વકપ 2024ની સુપર-8માં ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાની છે. બંને ટીમો વચ્ચે આ મેચ એન્ટીગામાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ સુપર-8ના પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો. તો બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં બંને ટીમ માટે આ મેચ મહત્વની રહેવાની છે. પરંતુ આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

એન્ટીગાથી ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ મેચમાં વરસાદનો ખતરો છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઘણી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચૂકી છે. તો કેટલીક મેચમાં ઓવર ઘટાડવામાં આવી હતી. હવે આ મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. વેધર રિપોર્ટ પ્રમાણે આ મેચ દરમિયાન એન્ટીગામાં 40 ટકા વરસાદની સંભાવના છે અને મેદાનમાં વાદળા છવાયેલા રહી શકે છે. વરસાદની સાથે-સાથે તોફાન પણ આ મેચમાં ખલેલ પહોંચાડી શકે છે. 

ટીમ ઈન્ડિયાની નજર સેમીફાઈનલ પર
ટીમ ઈન્ડિયા માટે આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી ખુબ શાનદાર રહી છે. ટીમે એકપણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ભારતીય ટીમે 5 મેચ રમી છે, જેમાં ચાર જીત મેળવી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ભારતીય ટીમ આ મેચ જીતશે તો લગભગ સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લેશે. તો બાંગ્લાદેશ માટે આ મેચ કરો યા મરો રહેશે. બાંગ્લાદેશને હાર મળે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. 

બંને ટીમોની સ્ક્વોડ
ભારત
: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, લિટન દાસ, સૌમ્ય સરકાર, તનજીદ હસન તમીમ, શાકિબ અલ હસન, તૌહીદ હ્રિદોય, મહમૂદ ઉલ્લાહ રિયાદ, જાકર અલી અનિક, તનવીર ઈસ્લામ, શાક મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન. શોરીફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકિબ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news