International Left Handers Day 2022: શું તમે પણ ડાબોડી છો? જાણો લેફ્ટ હેન્ડર્સની રસપ્રદ વાતો

International Left Handers Day 2022: ડાબા હાથથી કામ કરનારના ફાયદા અને નુકસાનીની વાતો કરવામાં આવે છે અને લોકોને આ વિશે જાગરૂત કરવામાં આવે છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં ડાબા હાથનો ઉપયોગ કરે છે, આજે વિશ્વ લેફ્ટ હેન્ડર્સ ડે વિશે જાણો ખાસ વાતો.

International Left Handers Day 2022: શું તમે પણ ડાબોડી છો? જાણો લેફ્ટ હેન્ડર્સની રસપ્રદ વાતો

નવી દિલ્હીઃ 13 ઓગસ્ટે દુનિયાભરમાં 'લેફ્ટ હેન્ડર્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. તેનું સૌથી મોટુ કારણ લેફ્ટ હેન્ડર્સ એટલે કે ડાબા હાથથી કામ કરનારા પ્રત્યે લોકોને જાગરૂત કરવાનો છે. લેફ્ટ હેન્ડર્સની શું ખાસિયત છે અને તેની સાથે પેરેન્ટ્સે કેવો વ્યવહાર કરવો જોઈએ... જાણો લેફ્ટ હેન્ડર્સ ડેની રસપ્રદ કહાની..

ક્યારે શરૂ થયો હતો લેફ્ટ હેન્ડર્સ ડે
વર્ષ 1976મા પ્રથમવાર Dean R Campbell એ લેફ્ટ હેન્ડર્સ ડે મનાવ્યો હતો. ત્યારબાદ દુનિયામાં દર વર્ષે તેની ઉજવણી થવા લાગી. તો 13 ઓગસ્ટ 1992ના લેફ્ટ હેન્ડર્સ ક્લબ દ્વારા પ્રથમવાર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેનો ઇરાદો લેફ્ટ હેન્ડર્સને તેના ફાયદા અને નુકસાન પ્રત્યે જાગરૂત કરવાનો હતો. જેથી લોકોના મગજમાં તેને લઈને નકારાત્મકતા ખતમ થાય અને તે પોઝિટિવ વિચાર રાખતા દરેક કામ કરી શકે.

કેમ ખાય હોય છે લેફ્ટ હેન્ડર્સ
હકીકતમાં ડાબા હાથનો વધુ ઉપયોગ કરવાની પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં માત્ર 7 ટકા લોકો લેફ્ટી છે. દુનિયાભરમાં જમણા હાથે કામ કરનારા લોકો મોટી સંખ્યામાં છે, તેવામાં બધી વસ્તુ જમણા હાથે કામ કરતા લોકોને ધ્યાનમાં બનાવી રાખવામાં આવી છે. એટલે ડાબા હાથે કામ કરનાર લોકોએ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લેફ્ટ હેન્ડર્સમાં અનેક ખુબીઓ હોય છે, તેને લઈને રિસર્ચ થઈ ચુક્યા છે. તેનામાં કેટલાક રોચક તત્વો સામે આવ્યા છે, જેનાથી તેની વિશેષતા વધી જાય છે. 

અત્યાર સુધી અનેક શોધ કરી ચુક્યા છે લેફ્ટ હેન્ડર્સ
- લેફ્ટીઝ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ સંગીત અને કલાના ક્ષેત્રમાં વધુ કરે છે. 

- તે બહુમુખી પ્રતિભાના ધની હોય છે. 

- ગમે તે વાતના ઉંડાણ સુધી જવામાં વિશ્વાસ રાખે છે અને રતનાત્મક વિચારોવાળા હોય છે. 

- રમતગમત ક્ષેત્રમાં તે સારી પ્રગતિ કરે છે. 

- લેફ્ટી સારા ફાઇટર્સ હોય છે. 

- ભણવામાં હોશિંયાર હોય છે. 

- લેફ્ટીનું લખાણ સારૂ હોય છે. 

- લેફ્ટી ટેનિસ, સ્વિમિંગ, બેસબોલ, જેવી ગેમમાં મહારથ હાસિલ કરે છે, તે મગજથી પણ ઝડપી હોય છે. 

ભારતના ઘણા દિગ્ગજ છે લેફ્ટી
લેફ્ટ હેન્ડર્સ ડે પર દુનિયાની તે મોટી હસ્તિઓનો ઉલ્લેખ પણ જરૂરી છે, જે લેફ્ટી છે. ડોક્ટર અનુસાર લેફ્ટી બાળકો યુનિક હોય છે. તે પોતાની વાત સારી રીતે જાણવા રાખે છે તેથી લોકો તેની વાતોથી પ્રભાવિત થાય છે. લેફ્ટી બાળકો લખવા અને બોલવામાં વધુ સારા હોય છે, જેથી દોસ્તીમાં જલદી પોપ્યુલર બની જાય છે. તે ક્રિએટિવ હોય છે, જેથી તેનું દરેક કામ અલગ જોવા મળે છે. 

અમિતાભ બચ્ચન પોતાના મોટા ભાગના કામ ડાબા હાથથી કરે છે. ભારતમાં લેફ્ટી હસ્તિઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, જાણીતા બિઝનેસમેન રતન ટાટા, સૌરવ ગાંગુલી, કપિલ શર્મા, કરણ જોહર જેવા લોકો લેફ્ટી છે. 

ભારત સિવાય વિશ્વભરની ઘણી મોટી હસ્તિઓ લેફ્ટી છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી લઈને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ, ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ, યૂથ આઇકોન જસ્ટિન બીબર, જાણીતા ટોક શો હોસ્ટ ઓપરા વિનફ્રે, સિંગર લેડી ગાગા જેવા નામ મુખ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news