ભૈયાજીના 2025માં રામમંદિરના નિવેદન પર ઈકબાલ અન્સારીએ કર્યો પલટવાર

 સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશીના 2025 સુધી રામ મંદિર નિર્માણવાળા નિવેદન પર ઈકબાલ અન્સારીએ પલટવાર કર્યો છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ મોટો સવાલ ઉભો કરતા કહ્યું કે, જ્યારે અયોધ્યા મામલો સુપ્રિમ કોર્ટમાં છે, તો નેતા કેવી રીતે તેની તારીખ નક્કી કરી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી મોદી સરકારની જ બદનામી થશે. કેમ કે, કેન્દ્ર સરકાર અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર, બંને બહુ જ સારુ કામ કરી રહી છે.
ભૈયાજીના 2025માં રામમંદિરના નિવેદન પર ઈકબાલ અન્સારીએ કર્યો પલટવાર

મનમીત ગુપ્તા/લખનઉ : સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશીના 2025 સુધી રામ મંદિર નિર્માણવાળા નિવેદન પર ઈકબાલ અન્સારીએ પલટવાર કર્યો છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ મોટો સવાલ ઉભો કરતા કહ્યું કે, જ્યારે અયોધ્યા મામલો સુપ્રિમ કોર્ટમાં છે, તો નેતા કેવી રીતે તેની તારીખ નક્કી કરી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી મોદી સરકારની જ બદનામી થશે. કેમ કે, કેન્દ્ર સરકાર અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર, બંને બહુ જ સારુ કામ કરી રહી છે.

ઈકબાલ અન્સારીએ એમ પણ કહ્યું કે, અયોધ્યા વિવાદનુ સોલ્યુશન સુપ્રિમ કોર્ટ જ કાઢી શકે છે. સુપ્રિમ કોર્ટ જ તારીખ નક્કી કરી શકે છે અને સુપ્રિમ કોર્ટ જે પણ નિર્ણય લેશે, તે બંને પક્ષ માનશે.

ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ કુંભ મેળામાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેન્દ્રની મોદી સરકાર પર ઈશારામાં નિશાન સાધ્યું અને વ્યંગ કરતા કહ્યું કે, રામ મંદિર વર્ષ 2025 માં બનશે. ભૈયાજી જોશીએ આ કાર્યક્રમમાં રામ મંદિર પર બોલતા કહ્યું કે, અયોધ્યામાં વર્ષ 2025માં જ્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે, તો દેશ તેતજીથી વિકાસ કરવા લાગશે. તેમના મુજબ, દેશમાં વિકાસની ગતિ એ રીતે જ વધશે, જેમ વર્ષ 1952માં સોમનાથમાં મંદિર નિર્માણ બાદ શરૂ થયું હતું.

આ કાર્યક્રમમાં ભૈયાજી જોશીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, રામ મંદિર નિર્માણને લઈને અત્યાર સુધી અનેક ચેલેન્જિસ આવ્યા છે, જેની સામે લડવાની જરૂર છે. તેમના મુજબ, અયોધ્યામાં રામ મંદિર માત્ર એક મંદિરનું નિર્માણ જ નથી, પરંતુ તે કરોડો હિન્દુઓની આસ્થા તેમજ સન્માન સાથે જોડાયેલુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news