Maharashtra Political Crisis: શિવસેનાએ છેલ્લી ઘડીએ કોઈ 'દાવ' ખેલ્યો તો તૈયાર છે BJP અને એકનાથ શિંદેનો Plan B!
સૂત્રોનું માનીએ તો ભાજપ અને એકનાથ શિંદેનો પ્લાન બી પણ તૈયાર છે. જાણો વિગતો...
Trending Photos
Maharashtra Political Drama: મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ મોટું ઘમાસાણ જોવા મળી શકે છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની તમામ અપીલ બાદ પણ ગુરુવારે અનેક અન્ય વિધાયકો બળવો પોકારીને એકનાથ શિંદે પાસે જતા રહ્યા. શિંદેનો દાવો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. આ બધા વચ્ચે એવી પણ ચર્ચા છે કે આ સમગ્ર ખેલ પાછળ ભાજપનો હાથ છે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને એકનાથ શિંદેનો પ્લાન બી પણ તૈયાર છે. આવો અમે તમને જણાવીએ આખરે શું છે આ સમગ્ર ખેલ.
સૂત્રોનું માનીએ તો ભાજપ અને એકનાથ શિંદેનો પ્લાન બી પણ તૈયાર છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પીડિત હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. આવામાં રાજ્યપાલના કાર્યભારની જવાબદારી ગોવાના રાજ્યપાલ શ્રીધરન પિલ્લાઈને સોંપવામાં આવી શકે છે. આવામાં એકનાથ શિંદે પોતાના તમામ બળવાખોર ધારાસભ્યોને લઈને મુંબઈની જગ્યાએ સીધા ગોવા જઈ શકે છે અને તમામ વિધાયકો સાથે ગોવામાં રાજ્યપાલ સામે પોતાની પરેડ કરાવી શકે છે. તેનું બીજુ સૌથી મોટું કારણ એ છે કે ભાપ અને એકનાથ શિંદેને એ વાતની આશંકા છે કે જો આ બળવાખોર ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટ માટે મુંબઈ લઈ જવામાં આવ્યા તો તેમાંથી કેટલાક વિધાયકો ઉદ્ધવ ઠાકરે કે શરદ પવારના ડરના કારણે તૂટવાની શક્યતા પણ તોળાયેલી છે. કારણ કે કાયદો વ્યવસ્થા અને પોલીસની જવાબદારી હજુ પણ તેમના હાથમાં છે.
આ સિવાય આજે બપોર બાદ એકનાથ શિંદે પોતાના બે તૃતિયાંશ સભ્યો સાથે હાલ સરકારને આપેલ સમર્થન પાછું લેવા માટે પત્ર પણ આપી શકે છે. ત્યારબાદ એકનાથ શિંદે પોતાના બે તૃતિયાંશ વિધાયકો સાથે પોતે જ અસલ શિવસેના હોવાનો દાવો પણ રજૂ કરશે.
એકનાથ શિંદે સાથે આટલા ધારાસભ્યો
એકનાથ શિંદેને કુલ 49 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે જેમાંથી 41 ધારાસભ્યો શિવસેનાના છે જ્યારે બાકીના અપક્ષ છે.
Maharashtra Political Crisis: શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે