ISRO માં દિવાળી પહેલાં દિવાળી! 36 ઉપગ્રહો સાથે LMV-3 રોકેટે ઉડાન ભરી રચ્યો ઈતિહાસ
ISRO ઇતિહાસમાં આજનો દિવસ ખુબ મહત્ત્વનો ગણાશે. કારણકે, ઈસરો દ્વારા અંતરીક્ષમાં મોકલવામાં આવેલું કોમર્શિયલ પ્રક્ષેપણ સફળ રહ્યું છે.
ઈસરોએ રચી દીધો અનોખો વિક્રમ
દિવાળી પહેલાં ઈસરોમાં દિવાળી!
સેટેલાઇટ લોંચના અભાવને દૂર કરશે ભારત
બે લોન્ચ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા
Trending Photos
નવી દિલ્લીઃ દિવાળી પહેલાં જ ઈસરોમાં દિવાળીનો ઉજવણી શરૂ થઈ ગઈ. કારણકે, ઈસરોએ આજે એક અનોખો વિક્રમ પોતાના નામે કરીને ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય અવકાશ એજન્સીના સૌથી ભારે રોકેટ 43.5 મીટર લાંબા LVM-3 એ બ્રિટિશ સ્ટાર્ટઅપના 36 ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ 12:07 વાગ્યે થયું હતું. આ સંચાર ઉપગ્રહોને LVM3-M2/OneWeb India-1 મિશન હેઠળ લો અર્થ ઓર્બિટ (LEO)માં મૂકવામાં આવ્યા હતા. LMV-3 8,000 કિલોગ્રામ સુધીના ઉપગ્રહો લઈ જવા માટે સક્ષમ છે.
#WATCH | ISRO launches LVM3-M2/OneWeb India-1 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/eBcqKrsCXn
— ANI (@ANI) October 22, 2022
પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરતા ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે વિશ્વમાં ઉપગ્રહો લોન્ચ કરવા માટે રોકેટની અછત છે. આવી સ્થિતિમાં, ભારત તેના LVM 3 રોકેટ વડે વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં આ અંતરને પાર કરી શકે છે. વનવેબ એક ખાનગી સેટેલાઇટ સંચાર કંપની છે. ભારતીય કંપની ભારતી એન્ટરપ્રાઇઝ એ વનવેબમાં મુખ્ય રોકાણકાર અને શેરહોલ્ડર છે. આ પ્રક્ષેપણ સાથે, LVM-3 વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરશે.
‘LVM-3’ અગાઉ ‘GSLV Mk-3’ રોકેટ તરીકે ઓળખાતું હતું. ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ એજન્સીની કોમર્શિયલ આર્મ હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રના કેન્દ્રીય સાહસ (CPSE) એ યુકે સ્થિત વનવેબ સાથે બે લોન્ચ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. OneWebના ચેરમેન સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે કંપની 72 ઉપગ્રહો લોન્ચ કરવા માટે ISRO/NewSpace India Ltd ને રૂ. 1,000 કરોડથી વધુ ચૂકવશે. LVM3 રોકેટ પર શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ 36 ઉપગ્રહોની પ્રથમ બેચ લોન્ચ કરવામાં આવી હતી. LVM 3 રોકેટથી આવતા વર્ષે જાન્યુઆરીમાં 36 ઉપગ્રહોનું પ્રક્ષેપણ પણ થશે. OneWeb વિશ્વભરમાં તેની બ્રોડબેન્ડ સેવાઓ માટે 648 ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે