હૈદરાબાદ: ISROના વરિષ્ઠ વૈજ્ઞાનિક એસ સુરેશની હત્યા, ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો

તેલંગણાની રાજધાની હૈદરાબાદના અમીરપેટ વિસ્તારમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. 56 વર્ષના એસ સુરેશ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિન્ગ સેન્ટર સાથે જોડાયેલા હતાં.

હૈદરાબાદ: ISROના વરિષ્ઠ વૈજ્ઞાનિક એસ સુરેશની હત્યા, ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો

હૈદરાબાદ: તેલંગણાની રાજધાની હૈદરાબાદના અમીરપેટ વિસ્તારમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. 56 વર્ષના એસ સુરેશ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિન્ગ સેન્ટર સાથે જોડાયેલા હતાં. એસ સુરેશ આ સેન્ટરના ફોટો સેશનમાં  કાર્યરત હતાં. મંગળવારે એસ સુરેશનો મૃતદેહ તેમના અમીરપેટ સ્થિત અન્નપૂર્ણા એપાર્ટમેન્ટના તેમના ફ્લેટ ખાતેથી મળી આવ્યો. એવું કહેવાય છે કે એસ સુરેશની કોઈ ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. 

કેરળના રહીશ સુરેશ પોતાના ફ્લેટમાં એકલા હતાં. મંગળવારે જ્યારે તેઓ ઓફિસ ન આવ્યાં તો તેમના સહકર્મીઓએ તેમના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ કોઈ જવાબ ન મળવાના કારણે તેમણે એસ સુરેશની પત્નીનો સંપર્ક કર્યો જેઓ ચેન્નાઈમાં એક બેંકમાં કામ કરે છે. આ જ એપાર્ટમેન્ટમાં સુરેશના કેટલાક સંબંધીઓ પણ રહે છે. પત્નીને સૂચના આપતા પહેલા તેમણે પોલીસને જાણ કરી અને જ્યારે ઘરનો દરવાજો  ખોલવામાં આવ્યો તો એસ સુરેશની લાશ જમીન પર પડી હતી. મૃતકના માથા પર ઈજાના નિશાન છે. એવું લાગે છે કે કોઈ વજનદાર વસ્તુથી માથા પર વાર કરવામાં આવ્યો હશે. 

જુઓ LIVE TV

પોલીસને શક છે કે માથા પર કોઈ વજનદાર વસ્તુથી વાર કરવાના કારણે એસ સુરેશનું મૃત્યુ થયું હોવું જોઈએ. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. પોલીસ ઘટનાસ્થળે કડી મેળવામાં લાગી છે. પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસ એ વાતની પણ  જાણકારી મેળવી રહી છે કે કોઈ જબરદસ્તીથી  ફ્લેટમાં ઘૂસ્યું હતું કે હત્યામાં સામેલ વ્યક્તિ મૃતકનો પરિચિત હતો કે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news