J&K: કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ
Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકી સાથે અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા. આતંકીઓની ભાળ મેળવવા માટે વધુ સુરક્ષાદળોને ત્યાં મોકલવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Trending Photos
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકી સાથે અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા. આતંકીઓની ભાળ મેળવવા માટે વધુ સુરક્ષાદળોને ત્યાં મોકલવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોને કુલગામ જિલ્લાના હલ્લન વન વિસ્તારના ઊંચાણવાળા વિસ્તારોમાં આતંકીઓની હાજરી વિશે સૂચના મળી હતી. ત્યારબાદ સેનાના જવાનોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકીઓએ આ દરમિયાન સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષાદળોના 3 જવાન ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમના મોત થયા.
Operation Halan #Kulgam
On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed.
Search operations… pic.twitter.com/NJ3DZa2OpK
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023
શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોરે એક ટ્વીટમાં જણાવ્યું કે કુલગામમાં હલ્લનના ઊંચાણવાળા વિસ્તારોમાં આતંકીઓની હાજરી અંગે સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ 4 ઓગસ્ટના રોજ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્વીટમાં વધુમાં કહેવાયું કે આતંકીઓ તરફથી ફાયરિંગ બાદ ઓપરેશન અથડામણમાં ફેરવાયું અને આ અથડામણમાં સેનાના 3 જવાન ગોળી વાગવાથી ઘાયલ થયા. જેમના પછીથી મોત થયા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે