J&K: પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું, ભારતીય વિસ્તારોમાં ગોળીબારી કરી
Trending Photos
નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નૌશેરા અને સુંદરબની વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબારી કરી છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
આ પહેલા શનિવારે પાકિસ્તાની સેનાને જમ્મુ તેમજ કાશ્મીરના પુંછ જિલ્લામા મહત્વની ચોકીઓ અને ગામમાં ગોળીબારી કરી હતી. તેમજ એલઓસી પર એક સપ્તાહથી ચાલી રહેલી શાંતિ અશાંતિમાં બદલાઈ ગઈ છે. શનિવારે 7.45 કલાકે કૃષ્ણા ઘાટી વિસ્તારમાં સીમા પારથી નાના હથિયારોથી ગોળીબારી અને પછી મોર્ટારથી ગોળીબારી કરી હતી.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
ઘટનામાં ભારતીય હદમાં કોઈ પણ જાનહાનિ થવાના કોઈ સમાચાર નથી. સેનાએ જણાવ્યું કે, અંતિમ સમાચાર મળ્યા સુધી ભારતીય સેના પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી રહી હતી અને બંને તરફથી ગોળીબારી ચાલુ થઈ હતી.
આ પહેલા એક સપ્ટેમ્બરના રોજ શાહપુર-કરણી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મહત્વની ચોકીઓ અને ગામોને નિશાન બનાવીને ગોળીબારી કરાઈ હતી, જેમાં એક જવાન શહીદ થયા હતા. જુલાઈ બાદથી પુંછ તેમજ રજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી સંઘર્ષવિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં અત્યાર સુધી છ જવાન શહીદ થઈ ચૂક્યા છે અને બે નાગરિકો માર્યા ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે