J&K: આતંકવાદીઓએ બેંક પર હૂમલો કરી ગાર્ડની રાઇફલ છીનવી, 1 ઠાર

બેંકના ગાર્ડ પાસેથી રાઇફલ લૂંટીને ભાગી રહેલા આતંકવાદીઓને જંગલમાં સેના જોઇ જતા એકને ઠાર માર્યો

J&K: આતંકવાદીઓએ બેંક પર હૂમલો કરી ગાર્ડની રાઇફલ છીનવી, 1 ઠાર

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં સેનાની કાર્યવાહીથી આતંકવાદીઓ પરેશાન થઇ ચુક્યા છે. આ પરેશાનીમાં તે લોકોમાં ભય પેદા કરવા માટે સતત સુરક્ષાકર્મચારીઓ અને સુરક્ષીત સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. આતંકવાદીઓને ટાર્ગેટ પર હાલના સમયે જમ્મુ કાશ્મીર બેંકની શાખાઓ છે. ખાસ વાત છે કે, આતંકવાદીઓ બેંકોના પૈસા માટે નહી પરંતુ હથિયારોની લૂંટ માટે નિશાન બનાવી રહ્યા છે. હાલનાં કિસ્સાઓમાં આંતવાદીઓએ અનંતનાગના બરાકબોરા ખાતે જેએન્ડકે બેંકની શાખા પર હૂમલો કરી રહેલા સુરક્ષાગાર્ડે તેની રાઇફલ લુટીને ફરાર થઇ ગયા. સેનાએ આતંકવાદીઓનો પીછો કરીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 

મળતી માહિતી અનુસાર અનંતનાગ જિલ્લાનાં બરાકપોરા વિસ્તારમાં આવેલ જમ્મુ અને કાશ્મીર બેંકની શાખામાં રોજિંદી રીતે કામકાજ ચાલી રહ્યું હતું. બપોર બાદ કેટલાક નકાબધારી લોકોએ બેંક પર હૂમલો કરી દીધો. આ લોકોએ બેંકમાં રહેલા લોકોને હથિયારનાં જોરે ડરાવીને ત્યાં રહેલા સુરક્ષા ગાર્ડ પાસેથી તેની રાઇફલ છીનવી લીધી અને ફરાર થઇ ગયા હતા. 

બેંકમાં રાઇફલ લૂંટની માહિતી અંગે સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓને શોધવામાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું. બરાકપોરાના જંગલોમાં શંકાસ્પદ લોકોને જોઇને સેનાએ તેને લલકાર્યા તો આતંકવાદીઓએ જવાબમાં સેના પર ફાયરિંગ ચાલુ કરી દીધું. સેનાએ પણ આતંકવાદીઓને ગોળીબારનો આકરો જવાબ આપ્યો. બંન્ને તરફથી થયેલા ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. જ્યારે બીજો ભાગવામાં સફળ રહ્યો હતો. જો કે સેના ફરાર આતંકવાદીને શોધી રહી છે. 

— ANI (@ANI) August 2, 2018

હથિયારો લૂંટી રહ્યા છે આતંકવાદી
અગાઉ 27 જુલાઇએ પણ આતંકવાદીઓએ કુલગામમાં બેંકની શાખાને નિશાન બનાવીને ત્યાં હાજર સુરભાગાર્ડની રાઇફલ લૂંટી લીધી હતી. આ ઘટનાથી એક દિવસ પહેલા શોપિયામાં પણ આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હૂમલો કરીને ત્યાંથી 4 રાઇફલ લુંટી લીધી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news