જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાં સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેર્યા, અથડામણના સ્થળે પથ્થરમારો
આ અથડામણ સાંજે 4 કલાક અને 45 મિનિટે તે સમયે શરૂ થઈ જ્યારે આ ગામમાં આતંકીઓ છઉપાયા હોવાની સૂચના બાદ સુરક્ષા જવાનોએ અભિયાન ચલાવ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. આ અથડામણ જિલ્લાના તુર્કવંગમ ગામમાં ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે સુરક્ષાદળોએ આ વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓને ઘેર્યા અને બંન્ને તરફતી ફાયરિંગ ચાલું છે. આ ઓપરેશનને અંજામ આપવા માટે સીઆરપીએફ, સેનાની રાષ્ટ્રીય રાઇફલ, એસઓજી જૈનપોરાની ટીમે સંયુક્ત અભિયાન ચલાવ્યું છે. આ અથડામણ સાંજે 4 કલાક અને 45 મિનિટે તે સમયે શરૂ થઈ જ્યારે આ ગામમાં આતંકીઓ છઉપાયા હોવાની સૂચના બાદ સુરક્ષા જવાનોએ અભિયાન ચલાવ્યું હતું.
અંતિમ રિપોર્ટ સુધી અથડામણ જારી હતી. જમ્મુ કાશ્મીર પોલીસ પ્રમાણે એક યુવકોનું ટોળું અથડામણ વચ્ચે સ્થળ પર જમા થયું અને સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અસામાજીક તત્વોએ પીડીવી ધારાસભ્યના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો
અસામાજીક તત્વોએ બુધવારે શોપિયાંમાં પીડીપી ધારાસભ્ય મોહમ્મદ યૂસુફ ભટ્ટના પૈતૃક ઘર પર એક પેટ્રોલ બોમ્બ ફેંક્યો. પોલીસ અનુસાર ઘટના સમયે ભટ્ટ પોતાના ઘરે ન હતા. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તત્કાલ તેની જાણકારી ફાયર વિભાગને આપી અને આગ પર કાબુ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક બારી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ભટ્ટે જણાવ્યું કે, અસામાજિત તત્વોએ આજે શોપિયાંમાં મારા ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો.
તેમણે કહ્યું કે, તે ઘટના સમયે બહાર હતા અને કોઈ નુકસાન વિશે તેને જાણકારી નથી. તેણે કહ્યું કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને નુકસાનની તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે