J-K: તોયબાનાં આતંકવાદીઓએ 3 નાગરિકોની ગોળી મારી હત્યા કરી, સર્ચ ઓપરેશન ચાલુ

સુરક્ષાદળોની સાથે રાજ્ય પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધખોળ ચલાવાઇ રહી છે

J-K: તોયબાનાં આતંકવાદીઓએ 3 નાગરિકોની ગોળી મારી હત્યા કરી, સર્ચ ઓપરેશન ચાલુ

નવી દિલ્હી : આતંકવાદીઓનાં સ્વર્ગ એવું પાકિસ્તાન સતત ભારત સામે ષડયંત્રો કરવામાંથી ઉંચુ નથી આવતું. તે સીમા પારથી સતત આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવ્યા કરે છે, અને આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરને નિશાન બનાવે છે. સોમવારે જમ્મુ કાશ્મીરનાં બારામૂલામાં લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓએ ત્રણ નાગરિકોની હત્યા કરી દીધી હતી. પોલીસનાં અનુસાર હૂમલાખોર આતંકવાદીમાં એક પાકિસ્તાની પણ હતો. 

— J&K Police (@JmuKmrPolice) April 30, 2018

આ આતંકવાદી હૂમલામાં મૃત્યુ પામેલા નાગરિકોની ઓળખ આસિફ અહેમદ શેખ, હસીબ અહેમદ ખાન અને મોહમ્મદ અસગર સ્વરૂપે થઇ છે. તમામ બારામૂલા જિલ્લાનાં કાકર હમામનાં રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે, અજાણ્યા આતંકવાદીઓએ ગોળી મારીને ત્રણ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકવાદીઓએ બારામુલા વિસ્તારનાં ઇકબાલ માર્કેટમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ઘટના બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ આતંકવાદીઓ લશ્કર એ તોયબાનાં હતા. 

— Omar Abdullah (@OmarAbdullah) April 30, 2018

પોલીસનાં અનુસાર આ હૂમલામાં સંડોવાયેલ એક આતંકવાદી પાકિસ્તાની નાગરિક હતો, જ્યારે બે સ્થાનીક આતંકવાદી હતા. જમ્મુ કાશ્મીરનાં પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આતંકવાદી હૂમલાની નિંદા કરી છે. અલગતાવાદી નેતાઓને પણ તેણે આ ઘટનાની નિંદા કરવા માટે કહ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો દ્વારા બે આતંકવાદીને ઠાર કરાયા બાદ આ ઘટના સામે આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news