J&K: ઉરીમાં પાકે કર્યો યુદ્ધવિરામનો ભંગ, કૂપવાડામાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં

જમ્મુ અને કાશ્મીરમાં કૂપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં. આ અથડામણ કૂપવાડાના હંદવાડામાં ચાલુ છે. એવા અહેવાલ છે કે અહીં સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેરી રાખ્યા હતાં.

J&K: ઉરીમાં પાકે કર્યો યુદ્ધવિરામનો ભંગ, કૂપવાડામાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં કૂપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં. આ અથડામણ કૂપવાડાના હંદવાડામાં ચાલુ છે. એવા અહેવાલ છે કે અહીં સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેરી રાખ્યા હતાં. સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. આ ઓપરેશનને સેના, સીઆરપીએફ અને જમ્મુ તથા કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે અંજામ આપ્યો છે. ગત રાતે સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની સુચના મળ્યા બાદ આજે સવારે 5 વાગે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ભારતીય સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ પર ફાયરિંગ કર્યું. 

ઘણા સમય સુધી બંને તરફથી ફાયરિંગ ચાલુ રહ્યું. ફાયરિંગ થોભી ગયા બાદ સુરક્ષાદળોની ટીમ અથડામણના સ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં બે આતંકીઓના મૃતદેહો મળ્યાં છે. આ અથડામણ ઉત્તર કાશ્મીરના કૂપવાડાના લંગેટ વિસ્તારના બાબાગુંડ ગામમાં થઈ. ઓપરેશનને સેનાની રાષ્ટ્રીય  રાઈફલ, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ગ્રુપ અને સીઆરપીએફની 92મી બટાલિયને અંજામ આપ્યો. માર્યા ગયેલા આતંકીઓના સંગઠનની જો કે હજુ પુષ્ટિ થઈ નથી. 

ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, એક નાગરિક ઘાયલ
સતત પછડાટ ખાવા છતાં પાકિસ્તાન સુધરતું નથી. ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ મળવા છતાં પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે. આજે પણ પાકિસ્તાન તરફથી ઉત્તર કાશ્મીરના ઉરી કમલકોટ વિસ્તારોમાં યુદ્ધવિરામનો ભંગ થયો છે. જેમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે. ઉરી સેક્ટરના કમલકોટ સેક્ટરમાં ગૌહાલન, ચોક્સ, કિકર અને કાઠી ચોકીઓ પાસે થયો છે.  ભારતીય -પાકની સેનાઓ દ્વારા વિસ્તારમાં મોર્ટાર અને નાના હથિયારોથી સવારે 3 વાગ્યાથી ભારે ફાયરિંગ થયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news