આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં જમ્મુ-કાશ્મીરના 6 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ

જમ્મુ-કાશમીરમાં આતંક પર વધુ એક પ્રહાર કરતા ભારતના બંધારણના અનુચ્છેદ 311(2)(સી) હેઠળ મામલાની તપાસ અને ભલામણ કરતા જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં નામિત સમિતિએ આતંકવાદ સાથે લિંક રાખવા અને ઓજીડબ્લ્યૂના રૂપમાં કામ કરવા માટે સરકારી સેવામાંથી 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી.  

Updated By: Sep 22, 2021, 04:29 PM IST
આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં જમ્મુ-કાશ્મીરના 6 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ

શ્રીનગરઃ Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કરના રૂપમાં કામ કરવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. જમ્મુ-કાશમીરમાં આતંક પર વધુ એક પ્રહાર કરતા ભારતના બંધારણના અનુચ્છેદ 311(2)(સી) હેઠળ મામલાની તપાસ અને ભલામણ કરતા જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં નામિત સમિતિએ આતંકવાદ સાથે લિંક રાખવા અને ઓજીડબ્લ્યૂના રૂપમાં કામ કરવા માટે સરકારી સેવામાંથી 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી.

જે છ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કાશ્મીર ઘાટીના અનંતનાગના અધ્યાપક હમીદ વાની સામેલ છે. વાની પર આરોપ છે કે નોકરીમાં આવતા પહેલા તે આતંકી સંગઠન અલ્લાહ ટાઇગરના જિલ્લા કમાન્ડરના રૂપમાં કામ કરી રહ્યા હતા. આ સાથે જમાત-એ-ઇસ્લામીના સહયોગથી તેને આ સરકારી નોકરી મળી હતી. વાની પર આરોપ છે કે 2016માં બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ તે દેશ વિરોધી ગતિવિધિઓ માટે કાશ્મીરમાં ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમોમાં મુખ્ય વક્તાઓમાંથી એક હતા. આ સાથે જમ્મુના કિશ્તવાડ જિલ્લાના જફર હુસૈન ભટ્ટને પણ નોકરીમાંથી કાઢવાની ભલામણ કરવામાં આવી છે. 

જફર હુસૈન જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ પદ પર તૈનાત છે અને તેની એનઆઈએએ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તે હાલ જામીન પર છે. તેના પર આરોપ છે કે તે પોતાની કાર હિઝબુલ મુઝાહિદીનના આતંકીઓને લાવવા અને જવા માટે ઉપલબ્ધ કરાવતો હતો.

આ પણ વાંચોઃ બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરિને અપાઈ ભૂ-સમાધિ, સાધુ સંતોની ભારે ભીડ ઉમટી

આ સાથે મોહમ્મદ રફી જે કિશ્તવાડનો રહેવાવી છે અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં જૂનિયર આસિસ્ટન્ટ પર તૈનાત છે, તેને સસ્પેન્ટ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેની પણ એનઆઈએ ધરપકડ કરી હતી અને હાલ જામીન પર બહાર છે. 

સાથે કાશ્મીરના બારામુલાના ટીચર લિયાકત અલી કકરૂને પણ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે. કકરૂએ 1983માં સરકારી નોકરી જોઇન કરી અને 2001માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે એક તાલીમ લીધેલો આતંકી હતો, અને તેની પાસેથી વિસ્ફોટક મળી આવ્યું હતું. 

આ સિવાય તંત્રએ જમ્મુના પુંછ જિલ્લાના તારીખ મોહમ્મદ કોહલીને પણ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. કોહલી જમ્મુ-કાશ્મીર વન વિભાગમાં રેન્જ ઓફિસર તરીકે તૈનાત હતો. તેના પર આરોપ છે કે તે હથિયાર, દારૂગોળા અને ભારતની કરન્સીની સ્મગલિંગમાં સંડોવાયેલો હતો. તેના પર આરોપ છે કે તે પુંછ વિસ્તારમાં સક્રિય આતંકીઓના સંપર્કમાં હતો અને પોલીસના રેકોર્ડ પ્રમાણે તે ઘણા આતંકી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કરનું કામ પણ કરતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube