પૂર પીડિતોની વહારે આવી રાજ્ય સરકાર, નવા મુખ્યમંત્રીએ સરકારી સહાયની રકમ વધારી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની નવી સરકારની ગતિવિધિ હવે તેજ બની છે. ત્યારે આ સરકાર (gujarat government) નાગરિકોના હિત માટે નવા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરાયો છે. કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. 

પૂર પીડિતોની વહારે આવી રાજ્ય સરકાર, નવા મુખ્યમંત્રીએ સરકારી સહાયની રકમ વધારી

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની નવી સરકારની ગતિવિધિ હવે તેજ બની છે. ત્યારે આ સરકાર (gujarat government) નાગરિકોના હિત માટે નવા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘ તારાજી બાદ હવે અસરગ્રસ્તોની વ્હારે રાજ્ય સરકાર આવી છે. રાજ્ય સરકારે અતિવૃષ્ટિની સહાયમાં વધારાને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી છે. જેમાં જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લા માટે સહાયની જાહેરાત કરી છે. કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. ત્યારે આ સહાયના વધારાથી રાજ્ય સરકારની તીજોરી પર 13 હજાર કરોડોનો બોજો પડશે.

ગુજરાતના પૂરપીડિતોને વ્હારે ગુજરાત સરકાર આવી છે. પૂરના અસરગ્રસ્તોને 4100 રૂપિયાની અપાતી સહાયની રકમ હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં પશુ મૃત્યુમાં પણ ચૂકવાતી રકમમાં વધારો કરાયો છે. દુધાળા પશુના મોતમાં 50,000 રૂપિયાની સહાય કરાશે. જે અત્યાર સુધી ૩૦૦૦૦ રૂપિયા હતી. તો પાંચ પશુઓની સંખ્યાને આધારે આ વધારો કરાયો છે. આ વધારો માત્ર પૂરગ્રસ્ત ત્રણ જિલ્લાઓ માટે જ છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર 13  કરોડ રૂપિયાનો બોજ પડશે. જોકે, સહાય મામલે મુખ્યમંત્રી આદેશનું પાલન નહીં થાય‌ તો અધિકારીઓ સામે પગલાં ભરવા આવશે. 

  • ઘરવખરી સહાયમાં રૂ. 3200 નો વધારો કરી હવે પરિવાર દrઠ રૂ. 7000 અપાશે
  • વરસાદથી નાશ પામેલા ઝૂંપડાના કિસ્સામાં રૂ. 5900 નો વધારો કરી હવે ઝૂંપડા દrઠ રૂ. 10 હજાર સહાય મળશે
  • અંશત: નુકશાન પામેલા પાકા મકાનોની સહાય પેટે હવે રૂ. 15 હજાર મળશે
  • અંશત: નુકશાન પામેલા કાચા મકાનોની સહાયમાં રૂ. 6800 નો વધારો કરાયો
  • દૂધાળા  મોટા પશુ મૃત્યુ સહાય હવે પાંચ પશુ સુધી પશુ દિઠ રૂ. 50 હજાર પ્રમાણે અપાશે
  • ઘેટાં-બકરાં જેવા દૂધાળા નાના પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુદિઠ રૂ. 5 હજાર સહાય રાજ્ય સરકાર આપશે 

તો આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય કરાયો છે કે, તમામ મંત્રીઓએ સોમવારથી બુધવાર ગાંધીનગરમાં હાજર રહેવું પડશે. સોમવાર અને મંગળવાર પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે સમય આપવો પડશે. મંત્રીઓની સાથે અધિકારીઓએ પણ હવે હાજર રહેવું પડશે. આ ઉપરાંત કોઈ ધારાસભ્ય અધિકારીની મુલાકાતે જશે તો તેઓ બહાર બેસી રહેશે નહિ, પોતાના કામ માટે સીધા જ અંદર જઈ શકશે. તેમના પ્રશ્નોને સાંભળવામાં આવશે. 

આ ઉપરાંત રાજ્ય સરકારે સરકારના પ્રવકતા તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની નિમણૂંક કરી છે. રાજ્ય સરકારની વાત આ બંને મંત્રીઓ રજૂ કરશે. આ સિવાય અન્ય મંત્રીઓને નિવેદન નહિ કરવા કેબિનેટમાં ટકોર કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news