ભગત સિંહ પર જાવેદ અખ્તરના ટ્વીટથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ, કંગના પણ કૂદી

જાવેદ અખ્તરે ભગત સિંહને લઈને ટ્વીટ કર્યુ કે, તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' નામનો એક લેખ પણ લખ્યો હતો. જાવેદ અખ્તરના ટ્વીટ કરતા લોકો વચ્ચે તેને લઈને નવી રીતે ચર્ચા થવા લાગી. 

Updated By: Sep 28, 2020, 10:04 PM IST
ભગત સિંહ પર જાવેદ અખ્તરના ટ્વીટથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ, કંગના પણ કૂદી

નવી દિલ્હીઃ શહીદ ભગત સિંહ (Bhagat Singh)ની 113મી જયંતિ પર દિગ્ગજ ગીતકાર અને લેખત જાવેદ અખ્તરના એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ડિબેટ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં જાવેદ અખ્તરે ભગત સિંહને લઈને ટ્વીટ કર્યુ કે, તેઓ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' નામનો એક લેખ પણ લખ્યો હતો. જાવેદ અખ્તરના ટ્વીટ કરતા લોકો વચ્ચે તેને લઈને નવી રીતે ચર્ચા થવા લાગી. તેમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પણ કુદી પડી અને તેમણે જાવેદ અખ્તરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમને નિશાન પર લીધા છે. 

જાવેદ અખ્તરે ટ્વીટ કર્યુ કે, કેટલાક લોકો ન માત્ર તે તથ્યનો સામનો કરવાનો ઇનકાર કરે છે, પરંતુ તેને બીજાથી પણ છુપાવવા ઈચ્છે છે કે શહીદ ભગત સિંહ એક માર્ક્સવાદી હતા અને તેમણે 'હું નાસ્તિક કેમ છું' એક લેખ પણ લખ્યો હતો. તમે અંદાજ લગાવી શકો છો કોણ છે આવા લોકો? મને આશ્ચર્યની વાત છે કે જો ભગત સિંહ આજે હોત તો તેને શું કહીને બોલાવત?

કંગના રનૌતે સાધ્યુ નિશાન
જાવેદ અખ્તરના આ ટ્વીટ પર બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'મને પણ આશ્ચર્ય છે કે જો ભગત સિંગ આજે જીવિત હોત તો શું જનતા દ્વારા લોકતંત્રની રીતે ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ બળવાખોર હોત?' અને આ સિવાય શું તે ધર્મના નામ પર પોતાની ભારત માતાના ટૂકડા થવા દેત? શું તે આજે પણ નાસ્તિક રહેવાનું પસંદ કરત કે પછી બસંતી ચોલા પહેરત?

સ્વરા ભાસ્કરે પણ આપી પ્રતિક્રિયા
આ સિવાય કર્ણાટકના નેતા શ્રીવસ્સે લખ્યુ કે, જો આજે ભગત સિંહજીવિત હોત તો શું UAPA હેઠળ જેલમાં હોત, તેમના રાજ્ય પંજાબને એક ટેટર હબ કહેવામાં આવત, પેડ મીડિયા તેમને એક જેહાદી કહે અને ભક્ત તેમને અર્બન નક્સલ ગણાવી દેત. આ ન્યૂ ઈન્ડિયા ત્રાસદી છે. આ કારણ છે કે આપણે ઇંકલાબ જિંદાબાદની જરૂર પહેલાથી વધુ છે. તેમના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું કે, આ દુખદ સત્ય છે. 

પ્રશાંત ભૂષણે કહ્યુ- માઢામાં રામ અને બગલમાં છરી
તો એક અખબારના કાર્ટૂનને ટ્વીટ કરતા પ્રશાંત ભૂષણે કહ્યુ કે, 'તમારા મોઢામાં રામ અને બગલમાં છરી છે, એક તરફ  તમે ભગત સિંહના મૂલ્યોનો ઉલ્લેખ કરો છો અને બીજીતરફ તેમના જ આદર્શોની હત્યા કરો છો.''

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube