કર્ણાટક ચૂંટણી: રાહુલ ગાંધીએ બળદગાડા અને સાઇકલ પરથી કર્યા PM મોદી પર પ્રહાર

આખા વિશ્વમાં જ્યારે પેટ્રોલ - ડિઝલ સસ્તા છે ત્યારે ભારતમાં તેનાં ભાવ ભડકે બળી રહ્યા છે તેનું કારણ સરકાર જણાવે

કર્ણાટક ચૂંટણી: રાહુલ ગાંધીએ બળદગાડા અને સાઇકલ પરથી કર્યા PM મોદી પર પ્રહાર

બેંગ્લોર : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા અંતિમ સમય સુધી ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી લેવાનાં મુડમાં છે. ભાજપની તરફથી જ્યારે વડાપ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે. બીજ તરફ કોંગ્રેસ તરફથી પણ રાહુલ ગાંધી પોતાની તમામ શક્તિ કામે લગાડી રહ્યા છે. રાજ્યનાં કોલાર ખાતે પહોંચેલા રાહુલ ગાંધીએ અહીં બળદગાડામાં બેસીને તથા સાઇકલ પર બેસીને ભાષણ કર્યું હતું. ભાજપ પર વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, તેઓ હંમેશા સ્પીકર અથવા એરપ્લેન મોડમાં જ રહે છે. 

વડાપ્રધાન મોદી પર હૂમલો કરતા રાહુલે કહ્યું કે, તંઓ હંમેશા સ્પીકર અથવા એરોપ્લેન મોડમાં જ રહે છે. તેમણે કહ્યું કે, મોબાઇલ ફોનમાં 3 મોડ હોય છે, વર્ક મોડ, સ્પીકર મોડ અને એરોપ્લેન મોડ. જો કે તેઓ ક્યારે પણ વર્ક મોડનો ઉપયોગ નથી કરતા, તેો માત્ર સ્પીકર અથવા એરોપ્લેન મોડનો જ ઉપયોગ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી વડાપ્રધાન છે, તેઓ પોતાની એક યોજના જણાવે તો જનતાનાં હીતમાં હોય. કોંગ્રેસ ચીફે ભ્રષ્ટાચારનાં મુદ્દે ભાજપને ઘેરતા કહ્યું કે, કર્ણાટકમાં યેદિયુરપ્પાએ સૌથી ભ્રષ્ટ સરકાર ચલાવી છે અને તેજ સમય હતો જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ હતી. 

કર્ણાટકની જનતા જાણે છે કે, યેદિયુરપ્પાએ શું કર્યું છે. વડાપ્રધાન જણાવે કે યેદિયુરપ્પાનાં કેટલા પૈસા ચોર્યા, કેટલી વાર જેલમાં ગયો અને તેમની યોગ્યતા શું છે ? રાહુલે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરતા કહ્યું કે, વિશ્વમાં પેટ્રોલ સસ્તું હોવા છતા પણ ભારતમાં આટલું મોંઘું શા માટે છે, તેનો જવાબ સરકારે આપવો જોઇએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ગરીબોનાં પૈસા લૂંટી રહ્યા છે અને તેને વિકાસનાં નામે કંઇ પણ નથી મળી રહ્યું. રાહુલે પોતાનાં ભાષણમાં સિદ્ધરમૈયા સરકારની યોજનાઓ અને ઇન્દિરા કેન્ટીનનો ઉલ્લેખ પણ કર્યો છે. 

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કર્ણાટકમાં વિચારધારાની લડાઇ છે. એક તરફ આરએસએસ- ભાજપની નાગપુરની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ છે. જનતા દળ હાલ વચ્ચે છે, તે ખેડૂતની સાથે છે તે જણાવે? તે કોની સાથે છે તે પણ જણાવે ? કર્ણાટકમાં કોંગ્રેસ એક સાથે છે અને ચુંટણી બાદ ભાજપને ખ્યાલ આવશે કે કોંગ્રેસ કેટલું મજબુત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news