RSSની તપાસવાળા પત્ર અંગે JDU-BJP સામસામે, ત્યાગીએ ગિરિરાજની ઝાટકણી કાઢી

આરએસએસની તપાસ મુદ્દે ગિરિરાજ સિંહનાં નિવેદન અંગે કેસી ત્યાગીએ આકરી ટીપ્પણી કરી હતી

RSSની તપાસવાળા પત્ર અંગે JDU-BJP સામસામે, ત્યાગીએ ગિરિરાજની ઝાટકણી કાઢી

નવી દિલ્હી : આરએસએસની જાસુસી મુદ્દે ભાજપ અને જેડીયુ સામસામે આવી ગયા છે. આરએસએસની જાસુસી મુદ્દે પત્ર સામે આવ્યા બાદ રાજકારણ ગરમાઇ ગયું છે. જેમાં ભાજપ અને જેડીયુ નેતા સામસામે આવી ગયા છે. આ મુદ્દે સૌથી વધારે ગિરિરાજ સિંહે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર પણ નિશાન સાધ્યું છે. સાથે જ ગઠબંધન તોડવાની અપીલ પણ કરી દીધી છે. બીજી તરફ ગિરિરાજ સિંહનાં નિવેદન અંગે જેડીયુ નેતા કેસી ત્યાગીએ પણ કડક ભાષામાં જવાબ આપ્યો છે. 

Zee Media એ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ દાખલ કરાવી ફરિયાદ
જેડીયુનાં મહાસચિવ કેસી ત્યાગીએ ગિરિરાજ સિંહના નિવેદન અંગે કડક ટિપ્પણી કરી છે. તેમણે ગિરિરાજ સિંહને છપાસના રોગી ગણાવ્યા હતા. તેમણે એટલે સુધી કહ્યું કે, એવા જ લોકો પરેશાનીનું કારણ બને છે. કેસી ત્યાગીએ કહ્યું કે, એવા નેતાઓને વડાપ્રધાન મોદીની ઝાટકણીની અસર પણ નથી થતી. વડાપ્રધાન મોદી પોતે પણ સાંસદોને અનુશાસનમાં રહેવાના પાઠ ભણાવે છે. વડાપ્રધાન મોદી કેટલાક નેતાઓ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી ચુક્યા છે. જો કે ગિરિરાજ સિંહ બિલકુલ સંમત નથી એટલા માડે વડાપ્રધાન મોદીનો આવા લોકો પ્રત્યે જ ઇશારો હતો. જેમાં ગિરિરાજ સિંહ ફીટ બેસે છે. 

બિહારનાં નવાદામાં મોટી દુર્ઘટના, વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આરએસએસની તપાસ મુદ્દે એક પત્ર સામે આવ્યો છે. ત્યાર બાદ બિહારમાં હોબાળો મચીગયો છે. આ મુદ્દે ગિરિરાજસિંહે વિરોધ વ્યક્ત કર્યો અને નીતીશ કુમાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ શુક્રવારે એક કાર્યકર્તાએ ટ્વીટને ગિરિરાજ સિંહે રિટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, બિહારની સ્થિતી જોતા ભાજપને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) સાથે સંબંધ તોડી નાખવા જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news