JNU જાતીય સત્તામણી મામલોઃ ધરપકડ કરાયેલા પ્રો.અતુલ જૌહરીને કોર્ટે આપ્યા જામીન

પોલીસે આરોપી પ્રોફેસરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો, ત્યારબાદ ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

JNU જાતીય સત્તામણી મામલોઃ ધરપકડ કરાયેલા પ્રો.અતુલ જૌહરીને કોર્ટે આપ્યા જામીન

નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં સ્લૂલ ઓફ લાઇસ સાઇન્સ (SLS)ની છાત્રાઓ સાથે છેડછાડના આરોપમાં પોલીસે આરોપી પ્રોફેસર અતુલ જૌહરીની ધરપકડ કરી હતી. આ પ્રોફેસરને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જામીન આપી દીધા છે.  પ્રોફેસરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. બે કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરી લીધી. સોમવારે વિદ્યાર્થીઓના હંગામા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ 8 વિભિન્ન કલમમાં મામલો દાખલ કર્યો હતો. ચાર વિદ્યાર્થિનીઓએ આરોપી પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીનું નિવેદન આપ્યું હતું. 

— ANI (@ANI) March 20, 2018

ચાર વિદ્યાર્થિનીઓએ દાખલ કરાવ્યું નિવેદન
તમને જણાવી દઈએ કે, ગત ગુરૂવાર 15 માર્ચે જેએનયૂની કેટલિક વિદ્યાર્થિનીઓએ એક પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. સ્કૂલ ઓફ લાઇફ સાયન્સની વિદ્યાર્થિનીઓએ મીડિયાની સામે આરોપ લગાવ્યો કે પ્રોફેસર આતુલ જૌહરી હંમેશા જાતીય સત્તામણીની ટિપ્પણીઓ કરે છે, જાહેરમાં સેક્સ માટે કહે છે. જો છાત્રા તેનો વિરોધ કરે તો તેને દુશ્મન માની લે છે. વિદ્યાર્થિનીઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે પ્રોફેસર લેબની અંદર વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ કરે છે. 16 માર્ચે જૌહરીની વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. ચાર છાત્રાએ પોતાના નિવેદન પોલીસમાં નોંધાવ્યા હતા. 

— ANI (@ANI) March 20, 2018

આ મામલાને લઈને જેએનયૂના વિદ્યાર્થીઓ ઘણા દિવસથી યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા-પ્રદર્શન કરી રહ્યાં છે. પોલીસે વિદ્યાર્થીઓની ફરિયાદ પર આરોપી પ્રોફેસર વિરુદ્ધ છેડછાડનો મામલો દાખલ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવા અને તેની યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યાં હતા. સોમવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની માંગને લઈને વસંત કુંજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news