સબરીમાલા: મહિલા જજનો અલગ હતો મત, કહ્યું-'કોર્ટે લોકોની ધાર્મિક ભાવનાઓની કદર કરવી જોઈએ'
કેરળના સબરીમાલા મંદિર સંબંધિત ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની પેનલે 4-1થી ચુકાદો આપતા 10-50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી.
Trending Photos
નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિર સંબંધિત ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની પેનલે 4-1થી ચુકાદો આપતા 10-50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી. અત્યાર સુધી આ ઉંમરની મહિલાઓ માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ મામલે પાંચ જજની બેન્ચની એકમાત્ર મહિલા જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ અલગ મત રજુ કર્યો હતો. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું કે સબરીમાલા મંદિરમાં 10-50ની ઉંમરની મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ નહીં. કોર્ટે લોકોની ધાર્મિક ભાવનાઓની કદર કરવી જોઈએ. તેમણે કહ્યું કે ચુકાદો ફક્ત સબરીમાલા મંદિર સુધી સિમિત નહીં રહે પરંતુ તેની વ્યાપક અસર રહેશે.
કોર્ટનો ચુકાદો
કોર્ટની બંધારણીય પેનલે ચુકાદો આપતા કહ્યું કે મહિલાઓ પુરુષોથી કોઈ પણ મામલે ઉતરતી નથી. સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓને પ્રવેશ મળશે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 જજોની પેનલે આ ચુકાદો આપ્યો. કોર્ટની પેનલે 4-1થી આ ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ભગવાન અયપ્પા હિન્દુ હતાં અને તેમના ભક્તોનો અલગ ધર્મ ન બનાવો. ભગવાન સાથે સંબંધ દૈહિક નિયમોથી નક્કી ન કરી શકાય. તમામ ભક્તોને મંદિરમાં જવાનો અને પૂજા કરવાનો અધિકાર છે.
કોર્ટે કહ્યું કે જ્યારે પુરુષો મંદિરમાં જઈ શકે છે તો મહિલાઓને પણ પૂજા કરવાનો અધિકાર છે. મહિલાઓને મંદિરમાં પૂજા કરતા રોકવી તે મહિલાઓની ગરીમાનું અપમાન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક બાજુ તો આપણે મહિલાઓની પૂજા કરીએ છીએ જ્યારે બીજી બાજુ તેમના ઉપર પ્રતિબંધ લગાવીએ છીએ. મહિલાઓ કોઈ પણ મામલે પુરુષો કરતા ઉતરતી નથી. સબરીમાલાના રિવાજ હિન્દુ મહિલાઓ વિરુદ્ધ છે. દૈહિક નિયમોને રોકવા એ પણ એક પ્રકારથી છૂઆછૂત છે.
કેરળનો સમાજ માતૃપ્રધાન છે-વરિષ્ઠ વકીલ કે પરાશરણ
આ કેસમાં ગત સુનાવણીમાં નાયર સર્વિસ સોસાયટી તરફથી હાજર થયેલા વકીલ કે પરાશરણે હિન્દુ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે . આ અગાઉ નાયર સર્વિસ સોસાયટી તરફથી હાજર થયેલા વકીલ પરાશરણે હિંદુ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે બ્રહ્મા વિધાયિકા, વિષ્ણુ કાર્યપાલિકા, શિવ ન્યાયપાલિકા અને અર્ધનારેશ્વર છે, ત્યારે તેમનું આ સ્વરૂપ કલમ 14 જેવો છે એટલે કે બધાને બરાબર અધિકાર. પારાશરને કહ્યું હતું કે કેરલમાં 90 ટકા વસ્તી શિક્ષિત છે. મહિલાઓ ભણેલી ગણેલી છે અને કેરળનો સમાજ માતૃપ્રધાન છે. હિન્દુ ધર્મને સૌથી વધુ સહિષ્ણુ ગણાવતા તેમણે કહ્યું હતું કે હિન્દુ નિયમ, કાયદા અને પરંપરાઓ ભેદભાવ કરતી નથી. સતી પ્રથાનો હિન્દુ ધર્મ અને આસ્થામાં કોઈ આધાર રહ્યો નથી.
કોર્ટમાં અપાઈ હતી આ દલીલો
પરાસરણે અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે મારા ઉપર બે જવાબદારી છે. પહેલી કોર્ટમાં હાજર માય લોર્ડ આગળ પોતાનો પક્ષ રજુ કરવો અને બીજી તે લોર્ડ આગળ જે આપણા બધાની ઉપર છે. તેમણે કહ્યું હતું કે મારું માનવું છે કે સબરીમાલા મંદિરમાં 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ એન્ટ્રી મળશે. ભગવાન અયપ્પા સ્વામીની માન્યતા બ્રહ્મચારી તરીકે છે. પરાસરણે એ મ પણ કહ્યું હતું કે જો કોર્ટ સમાજિક કાર્યકર્તાઓનો અવાજ સાંભળે છે તો તેમની વાત પણ સાંભળવી જોઈએ કે જેઓ પરંપરા જીવિત રાખવા માટે અવાજ ઉઠાવી રહ્યાં છે. વરિષ્ઠ વકીલ કે પરાસરણે કહ્યું હતું કે સબરીમાલા મંદિરમાં જે પણ દર્શન માટે આવી રહ્યાં છે તેઓ યુવા મહિલાઓ સાથે ન આવે. વૃદ્ધ મહિલાઓ અને બાળકો અપવાદ છે. તેનો અર્થ એ છે કે તમે માત્ર બ્રહ્મચર્યનું પાલન ન કરો પરંતુ જુઓ પણ. 12મી સદીમાં બનેલુ આ મંદિર પથાનામથિટ્ટા જિલ્લામાં આવેલુ છે અને ભગવાન અયપ્પાને સમર્પિત છે.
શું છે મામલો?
સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત છે અને 15 વર્ષ કરતા વધારે વયની છોકરીઓ અને મહિલાઓ મંદિરમાં નથી જઈ શકતી. આ મંદિરમાં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ જ પ્રવેશ કરી શકે છે. માન્યતા છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને એટલે આવો નિયમ છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુ અયપ્પા ભગવાનના દર્શન કરવા આવી શકે છે અને બાકીનો સમય મંદિર સામાન્ય ભક્તો માટે બંધ રહે છે. ભગવાન અયપ્પાના ભક્તો માટે મકરસંક્રાતિનો દિવસ ખાસ હોય છે અને એટલે આ દિવસે સૌથી વધારે ભક્તો અહીં પહોંચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે