અનલોક-1 માટે નાયબ મુખ્યમંત્રી બોલ્યા, આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે

આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અનલોક 1 (Unlock 1) અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે. 

Updated By: May 31, 2020, 10:58 PM IST
અનલોક-1 માટે નાયબ મુખ્યમંત્રી બોલ્યા, આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અનલોક 1 (Unlock 1) અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે. 

આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી

છૂટછાટ બાદ ગુજરાતમાં શિસ્ત કેવી રીતે રહેશે તે વિશે તેમણે જણાવ્યું કે, હવે માત્ર કન્ટેઈનમેન્ટ વિસ્તારોને બાદ કરતા બાકીનું આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે. બધુ જ શરતો સાથે છે, વિના શરતો કંઈ જ નથી. લોકોમાં ઘરો હતા તો પણ સંક્રમણ હતુ. ત્યારે હવે તો લોકો બહાર આવશે. બધુ ધમધમતુ થશે. ટ્રાફિક થશે. સંક્રમણનું જોખમ વધી જશે. તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનં પાલન વધુ કડકાઈથી કરવુ પડશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર