બિમારીનું બહાનું કરીને નવાઝ શરીફ લંડનમાં મોજ કરી રહ્યા છે, તસ્વીર વાયરલ
Trending Photos
લાહોર : પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની લંડનની એક કેફેમાં પરિવારના કેટલાક સભ્યો સાથે ચા પીવાની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના મુદ્દે તેમના સ્વાસ્થય અંગે ચર્ચા ચાલુ થઇ ચુકી છે. સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના સભ્યોએ માંગ કરી છે કે, ભ્રષ્ટાચારના કેસો ચાલી શકે તે માટે તેને પરત પાકિસ્તાન લાવવામાં આવે. હૃદયરોગથી પીડિત 70 વર્ષનાં નવાઝ શરીફ લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. નવાઝ શરીફ પાકિસ્તાનનાં ત્રણ વખત વડાપ્રધાન રહી ચુક્યા છે.
સોશિયલ મીડિયા પર જે તસ્વીરો વાયરલ થઇ છે. તેમાં દેખાઇ રહ્યું છે કે, નવાઝ શરીફ પોતાની પ્રપૌત્રીઓ સાથે રસ્તાને કિનારે રહેલી એક કેફેમાં બેઠેલા દેખાય છે. તેઓ લીલા રંગના પઠાણી પહેરવેશમાં અને માથા પર ટોપી લગાવીને બેઠા છે. તેનું સ્વાસ્થય પણ સારુ હોવાનું લાગી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાક મંત્રીઓએ તેના સ્વાસ્થયની ગંભીર સ્થિતી અંગે શંકા વ્યક્ત કરતા શરીફ લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા છે અને કોવિડ 19ના સમયમાં તેમણે માસ્ક પણ લગાવ્યું નથી. વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, કેફેમાં ચા પીતા શરીફની આ તસ્વીરે આપણા કાયદા, ન્યાય અને ન્યાયીક વ્યવસ્થાનો પર્દાફાશ કરી દીધો છે. આ તસ્વીર તે પણ જણાવે છે કે, દેશમાં લોકો કેવી રીતે જવાબદાર પ્રણાલી પર વિશ્વાસ કરી શકે.
પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના સલાહકાર શાહબાઝ ગિલે કહ્યું કે, કોર્ટમાં ખોટુ બોલીને શરીફ વિદેશ થયા છે. ગિલે કહ્યુ કે, શરીફ પરિવાર સમજે છે કે લોકો મુર્ખ છે. તેમણે કહ્યું કે, નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા અને પોતાની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારનાં કેસનો સામનો કરી રહ્યા છે.
પાકિસ્તાનના પંજાબના માહિતી અને પ્રસારણ મંત્રી ફૈયાજુલ હસન ચૌહાણે કહ્યું કે, શરીફ લંડનના રસ્તા પર માસ્ક લગાવ્યા વગર કઇ રીતે ફરી રહ્યા છે. ભ્રષ્ટાચારનાં કેસનો સામનો કરવા માટે તેમને પરત લાવવામાં આવવા જોઇએ. તસ્વીર શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ટોપ ટ્રેન્ડ કરવા લાગી અને શરીફનાં સ્વાસ્થય અંગે વિવાદ ચાલુ થઇ ગયો. તેમનાં વિરોધી એક તરફ કહ્યું કે, તે સ્વસ્થ છે તો પાકિસ્તાન કેમ નથી આવી રહ્યા જ્યારે સમર્થકો તેના સારા સ્વાસ્થયને જોઇને ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે