કર્ણાટક સંકટ: કેમ 'બળવાખોર' બની ગયા ધારાસભ્યો? જાણો તેમની નારાજગીના કારણ

શનિવારે કર્ણાટકની સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ સરકારના જે 11 ધારાસભ્યોએ એક સાથે રાજીનામા આપ્યાં તેઓ બધા અલગ અલગ કારણસર પોતાની પાર્ટીઓથી નારાજ છે. રાજીનામું આપનારા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 9 છે અને બધાની નારાજગી ગઠબંધન સરકારની કાર્યશૈલીથી છે.

કર્ણાટક સંકટ: કેમ 'બળવાખોર' બની ગયા ધારાસભ્યો? જાણો તેમની નારાજગીના કારણ

બેંગ્લુરુ: શનિવારે કર્ણાટકની સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ સરકારના જે 11 ધારાસભ્યોએ એક સાથે રાજીનામા આપ્યાં તેઓ બધા અલગ અલગ કારણસર પોતાની પાર્ટીઓથી નારાજ છે. રાજીનામું આપનારા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 9 છે અને બધાની નારાજગી ગઠબંધન સરકારની કાર્યશૈલીથી છે. મોટાભાગના ધારાસભ્યોની ફરિયાદ છે કે મંત્રીપદ માટે તેમની અવગણના કરવામાં આવી. રાજીનામું આપનારા મોટાભાગના  કોંગ્રેસ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નીકટના છે. આ જ કારણે સરકાર પર તોળાઈ રહેલા આ સંકટ માટે પરોક્ષ રીતે સિદ્ધારમૈયાને જવાબદાર ઠેરવવામાં આી રહ્યાં છે. 

રામલિંગા રેડ્ડી
આમાં સૌથી મોટું નામ  રામલિંગા રેડ્ડીનું છે. જે સિદ્ધારમૈયાની સરકારમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેમને આ વખતે મંત્રીપદ મળ્યું નહતું. રામલિંગા રેડ્ડીની સાથે ઓછામાં ઓછા 3 ધારાસભ્યો છે જે રામલિંગા રેડ્ડીના જૂથના છે અને હાલ તેઓ રામલિંગા રેડ્ડી સાથે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે જો કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આ જૂથની વાપસી થઈ શકે છે. 

રમેશ જરકેહોલી
કોંગ્રેસના બીજા જૂથનું નેતૃત્વ રમેશ જરકેહોલી કરી રહ્યાં છે. ગોકાકથી ધારાસભ્ય રમેશ પાસેથી મંત્રીપદ છીનવીને તેમના સગા ભાઈ સતીષ જરકેહોલીને આપી દેવાયું હતું. રમેશ ત્યારથી પાર્ટીથી નારાજ છે અને સતત રાજીનામું આપવાની ધમકી આપતા રહ્યાં છે. હાલ તેમની સાથે 4 અન્ય બળવાખોર ધારાસભ્યો છે. કહેવાય છે કે રાજીનામાનો સ્વીકાર થયા બાદ આ જૂથ ભાજપમાં સામેલ થઈ શકે છે. 

જુઓ LIVE TV

એચ વિશ્વનાથ
જેડીએસના 3 ધારાસભ્યોનું નેતૃત્વ એચ વિશ્વનાથ કરે છે. એક સમયે સિદ્ધારમૈયાને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરાવવાનો શ્રેય વિશ્વનાથ ને જાય છે પણ જેમ જેમ સિદ્ધારમૈયા કોંગ્રેસમાં મજબુત થતા ગયા તેમ તેમ વિશ્વનાથની અવગણના થતી ગઈ. નારાજ વિશ્વનાથ જનતા દળ સેક્યુલર (જેડીએસ)માં સામેલ થઈ ગયાં. જેડીએસએ તેમને પ્રદેશ અધ્યક્ષ તો બનાન્યાં પરંતુ આમ છતાં અધ્યક્ષ તરીકે તેમને ન તો કોઓર્ડિનેશન કમિટીમાં સામેલ કરાયા કે ન તો મંત્રીપદ અપાયું. વિશ્વનાથ આ બધાની પાછળ સિદ્ધારમૈયાને દોષિત ગણે છે. આ જ કારણ છે કે તેઓ પણ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે આ સરકારને પાડવા માંગે છે. 

પક્ષવાર સ્થિતિ
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે જો વિધાનસભાની પક્ષવાર  સ્થિતિ જોઈએ તો સ્પીકરને મળીને કુલ 225 બેઠકો છે. આથી બહુમતનો આંકડો 113 બેઠકોનો હશે. જો તેમાંથી સ્પીકરને હટાવી દેવાય તો કુલ સીટ 224 હશે. 

હાલની સ્થિતિ
ભાજપ - 105
કોંગ્રેસ -  79
જેડીએસ - 37
બીએસપી - 1
અપક્ષ - 1
નોમિનેટેડ- 1 (મતાધિકાર નથી)

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અત્યાર સુધી 9 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. (જેમાંથી આનંદ સિંહ પહેલા જ રાજીનામું આપી ચૂક્યા છે. બાકીના 9 લોકોએ શનિવારે રાજીનામું આપ્યું. બીજી બાજુ JDSના 37માં 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news