કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર રહેશે કે પછી કમળ ખીલશે? આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કુમારસ્વામી સરકારના ભવિષ્યનો પણ ફેંસલો થશે.

Updated By: Jul 18, 2019, 07:31 AM IST
કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર રહેશે કે પછી કમળ ખીલશે? આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

બેંગ્લુરુ: કર્ણાટકમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કુમારસ્વામી સરકારના ભવિષ્યનો પણ ફેંસલો થશે. વિધાનસભામાં આજે સરકાર ફ્લોર ટેસ્ટ આપશે એટલે કે વિશ્વાસ મત મેળવવાની કવાયત કરશે. વિશ્વાસમત અગાઉ બુધવારે સાંજે મુખ્યમંત્રી કુમારસ્વામીએ કોંગ્રેસ ધારાસભ્યોની મુલાકાત કરી. આ બાજુ જેડીએસએ પોતાના ધારાસભ્યોને વ્હિપ જારી કરતા કહ્યું છે કે તેઓ તમામ સરકારના સમર્થનમાં મત આપે. જેડીએસએ કહ્યું કે જે ધારાસભ્ય સદનની કાર્યવાહીમાં ગેરહાજર રહેશે તેમનું સભ્યપદ  રદ કરાશે. 

બીજી બાજુ મોડી રાતે ધારાસભ્ય રામલિંગા રેડ્ડીએ કહ્યું કે તેઓ વિશ્વાસમત દરમિયાન સદનમાં હાજર રહેશે અને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે. રામલિંગાનું આ નિવેદન ચોંકાવનારું છે. કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ રામલિંગા જ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

વિશ્વાસમત દરમિયાન સદનની બહાર  રહી શકે છે બળવાખોર ધારાસભ્યો
સુપ્રીમ કોર્ટે બુધવારે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી પર ચુકાદો આપ્યો. સુપ્રીમે કહ્યું કે ધારાસભ્યોને સદનની કાર્યવાહીનો ભાગ બનવા માટે ફોર્સ કરી શકાય નહીં. હવે બળવાખોર ધારાસભ્યો પર વ્હિપ લાગુ થશે નહીં અને તેઓ સદનની કાર્યવાહીથી પણ દૂર રહી શકે છે. મુંબઈની એક હોટલમાં એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે જેડીએસના બળવાખોર ધારાસભ્ય એએચ વિશ્વનાથે  કહ્યું કે "અમે ગુરુવારે વિધાનસભામાં ભાગ લેવા માટે બેંગ્લુરુ જવાના નથી. અમે સત્રથી હટવાની મંજૂરી આપવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ. અમે અધ્યક્ષને રાજીનામું આપી ચૂક્યા છીએ અને તે તરત સ્વીકારાય તેવી આશા રાખી રહ્યાં છીએ."

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...