રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવ્યો ગંભીર આરોપ, ભાજપે કહ્યું-દિમાગ ફરી ગયું છે

કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મને ખુશી છે કે વિપક્ષે રાજ્યમાં જારી રાજકીય ઉથલપાથલ વિરુદ્ધ એકસાથે ઊભા રહીને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવ્યો ગંભીર આરોપ, ભાજપે કહ્યું-દિમાગ ફરી ગયું છે

નવી દિલ્હી: કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મને ખુશી છે કે વિપક્ષે રાજ્યમાં જારી રાજકીય ઉથલપાથલ વિરુદ્ધ એકસાથે ઊભા રહીને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે આગળ પણ ભાજપને હરાવવા માટે એકજૂથ રહીશું. તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે કઈ રીતે તેમણે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ માટે પોતાના નેતાઓને ખુલ્લી છૂટ આપી. તેઓ આ જ વિચારધારા સમગ્ર દેશમાં ફેલાવી રહ્યાં છે. તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈની વાત બેઈમાની છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતા અનંતકુમારે કહ્યં કે રાહુલ ગાંધી કયા પીએમ અંગે બોલી રહ્યાં છે, જેમણે દેશને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે. જો તેઓ પીએમ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યાં છે તો જનતા એમ જ કહેશે કે તેમનું દિમાગ ફરી ગયું છે.

— ANI (@ANI) May 19, 2018

શું થયું કર્ણાટકમાં બહુમતનું?
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાં બાદ બી એસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. પરંતુ બહુમત સાબિત કરતા પહેલા 55 કલાકની અંદર જ યેદિયુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું. જેને કોંગ્રેસ-જેડીએસએ જીત તરીકે સ્વીકાર્યું છે. તેમના રાજીનામા બાદ બધાને મીઠાઈ પણ વહેંચવામાં આવી. કર્ણાટક વિધાનસભાની બહાર કોંગ્રેસ-જેડીએસ જૂથમાં જશ્નનો માહોલ હતો. આ બાજુ ભાજપના નેતા મોં છૂપાવીને ફરી રહ્યાં હતાં. શક્તિ પરીક્ષણ પહેલા ભાજપના દરેક નેતા દાવા કરી રહ્યાં હતાં કે યેદિયુરપ્પા બહુમત સાબિત કરી નાખશે પંરતુ તેમણે પોતાનું ભાષણ ખતમ કર્યા બાદ રાજીનામું આપી દીધુ.

— ANI (@ANI) May 19, 2018

હાઈકમાન્ડે આપી દીધો હતો આદેશ
મીડિયા રિપોર્ટ્સમાં દાવો છે કે યેદિયુરપ્પાને બહુમત સાબિત કરતા પહેલા જ ભાજપ હાઈકમાન્ડ પાસેથી રાજીનામા અંગેનો સંકેત મળી ગયો હતો. આ જ કારણે જ્યારે શનિવારે સાંજે 4 વાગ્યે વિશ્વાસ મતની કાર્યવાહી શરૂ થઈ કે તેના પહેલા જ ટીવી ચેનલો પર એવા અહેવાલો ફરવા  લાગ્યા હતાં કે યેદિયુરપ્પા પોતાના સંબોધન બાદ તરત રાજીનામું આપી દીશે. અને બરાબર એમ જ થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news