કર્ણાટકમાં સિદ્ધારમૈયા નહીં 'સીધા રૂપિયા' સરકાર છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને ભાજપાની કિસાન રેલીમાં કહ્યું, તે નક્કી થઈ ગયું છે કર્ણાટકમાં સરકાર આવશે, તેમણે કહ્યું કે સિદ્ધરમૈયા સરકાર વિરુદ્ધ લોકોની નારાજગી છે.
- વડાપ્રધાને સિદ્ધરમૈયા સરકાર પર કર્યા પ્રહારો
- જ્યારે લોકોને અવસર મળ્યો ત્યારે કોંગ્રેસને હટાવીઃ પીએમ
- આશરે એક મહિનામાં પીએમનો આ ત્રીજો કર્ણાટક પ્રવાસ છે
Trending Photos
દાવણગેરેઃ કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સીધા રૂપિયા સરકાર ગણાવી હતી, અને કહ્યું કે આ સરકાર એક મિનિટ પણ ન રહેવી જોયે. વડાપ્રધાને એક ભાજપની કિસાન રેલીમાં કહ્યું, હવે નક્કી છે કર્ણાટકમાં સરકાર આવશે, સિદ્ધારમૈયા સરકાર વિરુદ્ધ લોકોમાં નારાજગી છે.
વડાપ્રધાને સિદ્ધારમૈયા પર સાધ્યું નિશાન
પ્રદેશ ભાજપ અધ્યક્ષ એસ યેદિયુરપ્પાના 75માં જન્મદિવસના અસવરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપા તેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સીએમના રૂપમાં પ્રોજેક્ટ કરી રહી છે. મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં બધુ પૈસા માટે થાય છે અને સિદ્ધારમૈયા સરકાર એક સીધા રૂપિયા સરકાર બની ગઈ છે. તેમણે કહ્યું કે, અહીં એક એવા મુખ્યપ્રધાન છે. જે લોકોને લાગે છે કે કર્ણાટકમાં સિદ્ઘારમૈયા સરકાર છે, પરંતુ સત્ય છે કે અહીં સીધા રૂપિયા સરકાર છે. દરેક વસ્તુમાં રૂપિયા છે ત્યારે લોકોના કામ થાય છે.
વડાપ્રધાને હાજર રહેલા જનસમૂહને પુછ્યું, તમે જણાવો કે સીધા રૂપિયા સંસ્કૃતિ ઈચ્છો છો? શું તમે સીધા રૂપિયાના કારનામા ઈચ્છો છો? શું સામાન્ય માણસને સીધા રૂપિયાથી ન્યાય મળશે. શું સીધા રૂપિયા સરકારને જવાનો સમય આવી ગયો છે. તેથી કર્ણાટકમાં સીધા રૂપિયાની જગ્યાએ એક સ્થિર સરકાર જોઈએ જે જનતાનો અવાજ સાંભળે અને કામ કરે.
જ્યારે પણ લોકોને અવસર મળ્યો ત્યારે કોંગ્રેસને હટાવી
વડાપ્રધાને કહ્યું, તમે દેશભરમાં જુઓ, જ્યારે પણ લોકોને અવસર મળ્યો ત્યારે કોંગ્રેસને હટાવી છે. કારણ કે દેશને ખ્યાલ આવી ગયો છે કે અમારી તમામ સમસ્યાનું મૂળ કોંગ્રેસ સંસ્કૃતિ છે અને હવે કોંગ્રેસ સંસ્કૃતિ હશે તો આપણે જે પણ વિચારીશું તે યોગ્ય નહીં થાય. મોદીએ કહ્યું કે, કર્ણાટકની જનતા સિદ્ઘારમૈયાની સરકારને જતી જોવા માટે ઉત્સુક છે.
તેમણે કહ્યું, હું કર્ણાટકમાં થોડીક જગ્યાએ ગયો છું. મેં જનતાનો મિજાજ જોયો છે. મેં સરકારની વિરુદ્ધ ગુસ્સો જોયો છે. આ સરકાર વિરુદ્ધ એટલો ગુસ્સો છે કે કોઈપણ સરકાર વિરુદ્ધ આટલો ગુસ્સો જોવા મળતો નથી. આ એક મહિનાની અંદર વડાપ્રધાનનો ત્રીજો કર્ણાટકનો પ્રવાસ છે. રાજ્યમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે અને પાર્ટી સત્તામાં આવવા માટે ખૂબ જોર લગાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે