કરવાચોથના વ્રતના મહત્વથી લઈને મુહૂર્તની બધી માહિતી માટે કરો ક્લિક...
આ વખતે કરવાચોથ 27 સપ્ટેમ્બર, એટલે શનિવારે આવે છે. હકીકતમાં કરવાચોથ દીવાળીના 9 દિવસ પહેલા ઉજવવામા આવે છે. આ વ્રત દર્ વર્ષે કાર્તિક મહિનાની ચતુર્થીના રોજ આવે છે.
Trending Photos
નવી દિલ્હી : પરણીત મહિલાઓ સજીધજીને, હાથમાં ચાળણી લઈને પહેલા ચંદ્રને અને બાદમાં પોતાના પતિનો ચહેરો જોઈને ઉપવાસ તોડે છે. ફિલ્મોમાં તમે આ રીતે ઉજવાતો કરવાચોથનો તહેવાર જરૂર જોયો હશે. ઉત્તર ભારતમાં પરણીત મહિલાઓમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. કરવાચોથ એવો તહેવાર છે, જે હવે સમગ્ર ભારતમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. સવારે સૂર્યોદય થવાની સાથે પૂજાપાઠથી શરૂઆત કરે છે, જે રાત્રે ચંદ્રના દર્શન સાથે વ્રત સમાપ્ત થાય છે. આ દિવસે વ્રતના વિધાનમાં કરવાચોથની વાર્તા બહુ જ મહત્વની બની જાય છે. મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને વ્રત સાંભળે છે, ત્યારે જઈને જ વ્રત પૂરો થયેલો ગણાય છે. જો આવતીકાલે આવતા કરવાચોથની પૂજાનું શુભ મુહૂર્ત અને વ્રત દરમિયાન સાંભળાતી કથા વિશે જરૂર જાણી લેજો.
ક્યારે છે કરવા ચોથ અને તેનું શુભ મુહૂર્ત
આ વખતે કરવાચોથ 27 સપ્ટેમ્બર, એટલે શનિવારે આવે છે. હકીકતમાં કરવાચોથ દીવાળીના 9 દિવસ પહેલા ઉજવવામા આવે છે. આ વ્રત દર્ વર્ષે કાર્તિક મહિનાની ચતુર્થીના રોજ આવે છે. પૂજાનું શુભ મુહૂર્ત 27 ઓક્ટોબરની સાંજે 5.36 મિનીટથી સાંજે 6.54 મિનીટ સુધીનું છે. જ્યારે કે ચંદ્રોદયનો સમય 8 વાગ્યાનો છે. ચંદ્રમાને અર્ધ્ય આપીને પૂજનારી સ્ત્રીઓ આ સમયે વિધિ કરી શકે છે.
કરવા ચોથના વ્રતની કહાની
કરવા ચોથના વ્રતની વાતમાં વીરવતી નામની એક શાહુકારની દીકરી છે. આ શાહુકારને સાત દીકરા અને એક દીકરી હોય છે. કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે કરવા ચોથ પર શાહુકારની પત્નીની સાથે તેની સાતેય વહુ અને દીકરી કરવાચોથનો વ્રત રાખે છે. સાત ભાઈઓની એકમાત્ર બહેન વીરવતી તેમની બહુ જ લાડલી હોય છે. રાત્રિના સમયે જ્યારે બધા શાહુકાર ભાઈઓ ભોજન કરવા બેસે છે, ત્યારે બહેનને પણ ભોજન કરવા કહે છે. બહેન ચંદ્ર નીકળ્યો નથી તેવો જવાબ આપે છે, અને ચંદ્ર નીકળ્યા બાદ જ વ્રત ખોલશે તેવું કહે છે. સાતેય ભાઈ બહેનનો ભૂખથી વ્યાકુળ ચહેરો જોઈ શક્યા નથી. આવામાં તેઓ નગરની બહાર જઈને એક વૃક્ષ પર ચઢે છે અને ત્યાં અગ્નિ પેટવે છે. ઘરે આવીને તેઓ બહેનને કહે છે કે, જો બહેન, ચંદ્ર નીકળી ગયો છે. હવે તુ અર્ધ્ય આપીને ભોજન ગ્રહન કરી લે. ત્યારે વીરવતી ભાભીઓને વ્રત ખોલવા કહે છે. ત્યારે ભાભી તેને ભાઈઓના ખોટા ચંદ્ર વિશે વાત કરે છે. પરંતુ વીરવતી માનતી નથી, અને અગ્નિને ચંદ્ર સમજીને ભાઈ દ્વારા બતાવાયેલ ચંદ્રને અર્ઘ્ય આપીને ભોજન કરે છે. તે પહેલો કોળિયો મોઢામાં લે છે, ત્યાર બાદ તરત એક નોકર આવીને તેના પતિના મોતના સમાચાર આપે છે. આ સાંભળીને વીરવતી રડવા લાગે છે.
વીરવતીની તેમાં કોઈ ભૂલ ન હતી, તેથી તે દેવી સામે પ્રકટ થઈ ગઈ. દેવીએ તેને પૂરતા વિધિ-વિધાનથી અને નિષ્ઠાથી કરવા ચોથનું વ્રત કરવાનું કહ્યું. વીરવતીએ આવું કરતા યમ દેવતા પણ તેના પતિને ફરીથી જીવંત કરવામાં વિવશ થયા, અને તેને જીવતદાન આપ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે