કાશ્મીર: કુપવાડામાં આતંકવાદીઓ સાથે મુઠભેડ શરૂ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
કોરોના અને લોકડાઉન વચ્ચે પણ આતંકવાદી પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવા માંગે છે પરંતુ ભારતીય સેના (Indian Army) જડબાતોડ જવાબ આપી રહી છે. નોર્થ કાશ્મીરના હંદવાડા એરિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે મુઠભેડ થઇ છે.
Trending Photos
શ્રીનગર: કોરોના અને લોકડાઉન વચ્ચે પણ આતંકવાદી પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવા માંગે છે પરંતુ ભારતીય સેના (Indian Army) જડબાતોડ જવાબ આપી રહી છે. નોર્થ કાશ્મીરના હંદવાડા એરિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે મુઠભેડ થઇ છે.
આ મુઠભેડ કુપવાડા જિલ્લામાં ચાંજમુલ્લા ગામમાં થઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘેરાબંધીના થોડા સમય બાદ આતંકવાદીઓની ખબર પડી. કાશ્મીરના આઇપીજીનું કહેવું છે કે ગોળીબારી હજુ પણ ચાલુ છે. પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે હંદવાડાના ચાંજમુલ્લા ગામમાં ફાયરિંગ થઇ રહ્યું છે અને સુરક્ષાબળ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
આ પહેલાં સાઉથ કાશ્મીરના પુલવામામાં પણ મુઠભેડ થઇ હતી. જેમાં 14 કલાક ગોળીબારી બાદ 2 આતંકવાદી ઠાર માર્યા હતા. મુઠભેડમાં આતંકવાદીઓ પાસેથી દારૂગોળો પણ મળી આવ્યો હતો. મોતને ભેટેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીર સ્થિત જિલ્લામાં દંગેરપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી ત્યારબાદ બપોરે સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરી અને તલાશ અભિયાન ચલાવ્યું.
તેમણે જણાવ્યું કે જ્યારે સુરક્ષાબળ વિસ્તારમાં તલાશ અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબારી શરૂ કરી દીધી હતી. તેના જવાબમાં સુરક્ષાબળઓએ પણ વળતી કાર્યવાહી કરતાં મુઠભેડ શરૂ થઇ ગઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે