કાંવડ યાત્રાની તૈયારીઓ શરૂ, હરિદ્વારમાં પહોંચ્યા કરોડો શિવ ભક્તો

અત્યાર સુધીમાં અઢી કરોડ કરતા પણ વધારે ભક્તો ગંગાજળ લઇને તેમના ગામ અને મંદિરો માટે હરિદ્વાર જવા રવાના થયા છે. 

કાંવડ યાત્રાની તૈયારીઓ શરૂ, હરિદ્વારમાં પહોંચ્યા કરોડો શિવ ભક્તો

દહેરાદૂન: હરિદ્વારામાં કાંવડા યાત્રાની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. પંચક પૂર્ણ થયા બાદ ડાક કાવડ હરિદ્વાર ક્ષેત્રમાં દેખાઇ રહી છે. અત્યાર સુધીમાં અઢી કરોડથી પણ વધારે ભક્તો ગંગાજળ લઇને પોત-પોતાના ગામ અને મંદિરથી હરિદ્વાર જવા રવાના થઇ ગયા છે.

આગામી 3 દિવસ સુધી ડાક કાવડ હરિદ્વારથી નિકળશે. ડાક કાવડ શરૂ થતા હરિદ્વાર જિલ્લા પ્રશાસનની અસલ પરીક્ષા શરૂ થઇ જાય છે. આ વખતે ડાક કાવડમાં હરિદ્વારમાં 10 લાખ કરતા પણ વઘારે વાહનો આવે તેવું અનુમાન છે.

શિવ ભક્તોએ હરિદ્વાર જવાનું શરૂ થઇ ગયા છે. ઋૃષિકેશથી દિલ્હીના તમામ રોડ માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. આ માર્ગો પર માત્ર ડાક કાવડજ દેખાઇ રહ્યા છે. ડાક કાવડ શરૂ થતાની સાથે જ હરિદ્વારમાં વાહનોના પ્રવેશ શરૂ થઇ ગયા છે.

જમ્મુ કાશ્મીર: ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અમરનાથ યાત્રા રોકવામાં આવી

6 લાખ વાહન હરિદ્વારમાં કર્યો પ્રવેશ 
હરિદ્વાર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 6 લાખ કરતા પણ વધુ વાહનો હરિદ્વારામાં પ્રવેશ ચૂક્યા છે. ડાક કાવડમાં કાવડના જથ્થા ગાડિયોમાં ભરીને હરિદ્વાર પહોંચી રહ્યા છે. અને અહિંયાથી દરેક લોકો પૈડીના પવિત્ર ગંગાજલ લઇને ગામ, કસ્બા અને મંદિરોથી નિકળી રહ્યા છે. શિવ રાત્રિના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથના આ ગંગાજળના અભિષેક કરવાની માન્યતા છે. આ સમયે રસ્તાઓ પર કાંવડિયોના આવવાનું પ્રમાણ વધી જાય છે.

ઓપરેશન મહાલક્ષ્મી: 900 યાત્રીઓને બચાવાયા, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

મહત્વનું છે, કે કાંવડ યાત્રામાં સારુ સંચાલન કરવા માટે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, અને હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની યાત્રા શરૂ થયા પહેલા અનેકવાર બેઠક કરી લીધી છે. આ વચ્ચે ડાક કાવડમાં મોટી માત્રામાં મ્યુઝિક સિસ્ટમ ના લગવવાને લઇને રણનીતિ બનાવી રહ્યા છે. છતા પણ આ વખતની કાવડયાત્રામાં મોટી માત્રામાં જથ્થાઓ સાથે સાઉન્ડ સિસ્ટમ લઇને હરિદ્વાર પહોંચી ગયા છે. 

જુઓ LIVE TV:

નીલકંઠ મંદિરમાં પહોંચી કાંવડિયોની ભીડ
ઉત્તરાખંડના મહાનિર્દેશક અશોક કુમારે કહ્યું કે, આ સમયે કાવડિયો મોટી માત્રામાં હરિદ્વાર અને ઋૃષિકેશ પાસેના નિકલંઠ મંદિર પહોંચી રહ્યા છે. પોલીસે તમામ જગ્યાઓ પર એવી કોરીડોર તૈયાર કર્યો છે, કે જેથી કાવડિયા ઋૃષિકેશ શહેર દહેરાદૂન અને મસૂરીમા ના જઇ શકે. પોલીસ અનુસાર મોટી સંખ્યામાં આવી રહેલા ભક્તોને લઇને સુરક્ષાને લઇને તમામ તૈયારીઓ કરી લીધી છે. સાથે જ બીજા રાજ્યોની પોલીસ સાથે પણ સુરક્ષાને લઇને બેઠકો પૂર્ણ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news