આઈસીસીએ તમામ 104 દેશોને ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમવાનો દરજ્જો આપ્યો

કોલકત્તામાં ચાલી રહેલી આઈસીસીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

 

 આઈસીસીએ તમામ 104 દેશોને ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમવાનો દરજ્જો આપ્યો

કોલકત્તાઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ગુરૂવારે પોતાના તમામ 104 સભ્ય દેશોને ટી-20 ઈન્ટરનેશનલ સ્ટેટ્સ આપી દીધું છે. આ તમામ સભ્ય દેશો માટે ગ્લોબલ રેકિંગ સિસ્ટમ લાવવામાં આવશે. હાલમાં ટી20નો દરજ્જા વાળા 18 દેશ છે, જેમાં 12 ફુલ મેમ્બર સિવાય સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, હોંગકોંગ, યૂએઈ, ઓમાન અને નેપાળ છે. આગામી ટી-20 વિશ્વકપ 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાશે. 

પુરૂષ ટીમો માટે આગામી વર્ષે જાન્યુઆરીમાં લાગુ થશે નિર્ણય
આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કોલકત્તામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 104 દેશોની મહિલા અને પુરૂષ ટીમોને અલગ-અલગ માન્યતા આપવામાં આવશે. મહિલા ટીમોને 1 જુલાઈ 2018 અને પુરૂષ ટીમોને આગામી વર્ષે 1 જાન્યુઆરીથી દરજ્જો આપવામાં આવશે. 

— ANI (@ANI) April 26, 2018

ચેમ્પિયન ટ્રોફી પર આશંકા, બદલાઇ શકે છે ફોર્મેટ
2017ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદથી તે અટકળો લગાવવામાં આવતી હતી તે તેને બંધ કરવામાં આવી શકે છે. તેના પર રિચર્ડસને કહ્યું ભારતમાં યોજાનારી 2021ની ચેમ્પિટન્સ ટ્રોફીનું ફોર્મેટ ટી-20 હોઈ શકે છે. 

— ANI (@ANI) April 26, 2018

આઈસીસીના સીઈઓએ ઓલંમ્પિકમાં ક્રિકેટ રમવા પર કહ્યું, જો આપણે બધા ઓલંમ્પિકનો ભાગ બનવા ઈચ્છીએ છીએ તો તેના માટે એકજૂથ થવું પડશે. ત્યારબાદ મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ઓલંમ્પિક સમિતિને મનાવવા માટે અમારી પાસે સારો અવસર હશે. 

— ANI (@ANI) April 26, 2018

બોલ ટેમ્પરિંગ અને સ્લેજિંગ કરવા પર થશે કાર્યવાહી
રિચર્ડસને કહ્યું, અભદ્ર ભાષાનો ઉપયોગ, સ્લેજિંગ અને બોલ ટેમ્પરિંગ કરવા પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. માત્ર દંડ ફટકારવાથી કામ ચાલવાનું નથી. એલન બોર્ડર, શોન પોલોકવાળી ક્રિકેટ કમિટી એક પ્લાન પર કામ કરી રહી છે. જેને જલદી સામે લાવવામાં આવશે. 

— ANI (@ANI) April 26, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news