કુંભ મેળાના 13 અખાડાઓનો છે રોમાંચક ઈતિહાસ, જેમાંના 2 અખાડા છે ગુજરાતના...

જો તમે કુંભ મેળાની માહિતીમાં રસ ધરાવો છો, તો તેમાં કેટલા અખાડા છે તે વિશે પણ જાણવું. કુંભ મેળામાં કુલ 13 અખાડા છે. આ અલગ અલગ અખાડાનું નામ અલગ છે, અને તેઓ ભારતના અલગ અલગ પ્રાંતમાંથી છે. 

કુંભ મેળાના 13 અખાડાઓનો છે રોમાંચક ઈતિહાસ, જેમાંના 2 અખાડા છે ગુજરાતના...

ગુજરાત : ઊત્તરાયણના પવિત્ર પર્વથી અખાડાના નાગા સાધુઓના પ્રથમ શાહી સ્નાનની સાથે કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. કડકડતી ઠંડીમાં સવારે પાંચ વાગીને 45 મિનીટ પર શ્રી પંચાયતી અખાડો મહાનિર્વાણી અને પંચાયતી અટલ અખાડાના નાગા સાધુઓ પોતાના ગ્રૂપ સાથે સંગમ સ્થળ પહોંચ્યા હતા, અને સંગમમાં ડુબકી લગાવી હતી. પ્રથમ શાહી સ્નાન પર લાખો શ્રદ્ઘાળુઓએ ગંગામાં ડુબકી લગાવી હતી. પહેલા જ દિવસે કિન્નર અખાડાએ પણ સ્નાનનો લ્હાવો લીધો હતો. પણ, જો તમે કુંભ મેળાની માહિતીમાં રસ ધરાવો છો, તો તેમાં કેટલા અખાડા છે તે વિશે પણ જાણવું. કુંભ મેળામાં કુલ 13 અખાડા છે. આ અલગ અલગ અખાડાનું નામ અલગ છે, અને તેઓ ભારતના અલગ અલગ પ્રાંતમાંથી છે. 

જૂના અખાડા (શૈવ) 
જૂનો અખાડો પહેલા ભૈરવ અખાડા તરીકે ઓળખાતો હતો. હકીકતમાં, તે સમયે તેમના ઈષ્ટદેવ ભૈરવ હતા. ભૈરવ ભગવાન શિવજીનું જ રૂપ છે. હાલ આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન દત્તાત્રેય છે. જે રુદ્રાવતાર છે. આ અખાડાના અંતર્ગત આહવાન, અખલિયા તેમજ બ્રહ્મચારી પણ છે. 

નિરંજની અખાડો (શૈવ) 
નિરંજની અખાડાની સ્થાપના વર્ષ 1904માં ગુજરાતના માંડવી નામના સ્થાન પર થઈ હતી. જોકે, આ તિથિને નિરંજની સ્વીકાર નથી કરતા. આવું એટલા માટે કે, તેમની પાસે એક પ્રાચીન તાંબાની છડ છે. જેના પર નિરંજની અખાડાના સ્થાપના વિશે વિક્રમ સંવત 960 અંકિત છે. આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન કાર્તિકેય છે. જે દેવતાઓના સેનાપતિ છે. નિરંજની અખાડાના સાધુ શૈવ છે, તેઓ જટા રાખે છે. 

5981-kumbh.jpg

મહાનિર્વાણી અખાડો (શૈવ) 
નિર્વાણી અખાડાનું કેન્દ્ર હિમાચલ પ્રદેશના કનખલમાં છે. આ અખાડાની અન્ય શાખાઓ પ્રયાગ, ઓમકારેશ્વર, કાશી, ત્ર્યંબક, કુરુક્ષેત્ર, ઉજ્જૈન તેમજ ઉદયપુરમાં છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં ભસ્મ ચઢાવનાર મહંત નિર્વાણી અખાડા સાથે જ સંબંધ રાખે છે. 

આહવાન અખાડો (શૈવ) 
આ અખાડો જૂના અખાડા સાથે મિશ્રિત છે. આ અખાડાની સ્થાપના 547માં થઈ હતી, પરંતુ જાદુનાથ સરકાર તેને 1547નો સમય બતાવે છે. આ અખાડાનું કેન્દ્ર દશાશ્વમેઘ ઘાટ, કાશીમાં છે. આ અખાડાના સંન્યાસી ભગવાન શ્રીગણેશ તેમજ દત્તાત્રેયને પોતાના ઈષ્ટદેવ માને છે. 

અટલ અખાડો (શૈવ) 
આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન શ્રીગણેશ છે. તેમના શસ્ત્ર-ભાલાને સૂર્ય પ્રકાશના નામથી ઓળખવામાં આવે છે. આ અખાડાની સ્પાથના ગોંડવાનામાં સન 647માં થઈ હતી. તેનું કેન્દ્ર પણ કાશીમાં છે. આ અખાડાનો સંબંધ નિર્વાણી અખાડા સાથે છે. 

336240-kumbh.jpg

આનંદ અખાડો (શૈવ) 
આ અખાડો વિક્રમ સંવત 856માં બરારમાં બન્યો હતો, જ્યારે સરકાર અનુસાર, વિક્રમ સંવત 912 છે. તેમના ઈષ્ટદેવ સૂર્ય છે. 

અગ્નિ અખાડો (શૈવ)
અગ્નિ અખાડાની સ્થાપાન સન 1957માં થઈ હતી. જોકે, આ અખાડાના સંત તેને યોગ્ય નથી માનતા. તેનું કેન્દ્ર ગિરનારની પહાડી પર છે. આ અખાડાના સાધુ નર્મદા-ખણ્ડી, ઉત્તરા-ખણ્ડી તેમજ નૈસ્ટિક બ્રહ્મચારીમાં વિભાજિત છે. 

દિગંબર અખાડો (વૈષ્ણવ)
આ અખાડાની સ્થાપના અયોધ્યામાં થઈ હતી. જોકે, આ અખાડો લગભગ 260 વર્ષ જૂનો છે. સન 1905માં અહીંના મહંત પોતાની પરંપરામાં 11માં હતા. દિગંબર નિમ્બાર્કી અખાડાને શ્યામ દિગંબર અને રામાનંદીમાં આ જ અખાડો રામ દિગંબર અખાડો કહેવાય છે. 

નિર્વાણી અખાડો (વૈષ્ણવ)
તેની સ્થાપના અભયરામદાસજી નામના સંતે કરી હતી. આરંભથી જ તે અયોધ્યાનો સૌથી શક્તિશાળી અખાડો રહ્યો છે. હનુમાનગઢી પર આ અખાડાનો અધિકાર છે. આ અખાડાના સાધુઓ ચાર વિભાગ હરદ્વારી, વસંતિયા, ઉજ્જૈનિયા તેમજ સાગરિયા છે. 

338618-kinnaar-3.jpg

નિર્મોહી અખાડો (વૈષ્ણવ) 
આ અખાડાની સ્થાપના 18મી સદીના આરંભમાં ગોવિંદદાસ નામના સંતે કરી હતી. જે જયપુરથી અયોધ્યા ગયા હતા. નિર્મોહી શબ્દનો અર્થ છે મોહ વગરનો..

નિર્મલ અખાડો (શિખ)
આ અખાડાની સ્થાપના શિખ ગુરુ ગોવિંદસિંહના સહયોગી વીરસિંહે કરી હતી. તેઓ સફેદ કપડા પહેરતા હતા. તેમના ધ્વજનો રંગ પીળો કે વસંતી રહેતો હતો અને ઉન કે રુદ્રક્ષની માળા તેઓ હાથમાં રાખતા હતા.  

બડા ઉદાસીન અખાડો (શિખ)
આ અખાડાનું સ્થાન કીડગંજ, પ્રયાગરાજમાં છે. તે ઉદાસીનો નાનાશાહી અખાડો છે. આ અખાડામાં ચાર પંગતોમાં ચાર મહંત આ ક્રમમાં થાય છે. અલમસ્તજીનો પંક્તિનો, ગોવિંદ સાહબજીના પંક્તિનો, બાલૂહસનાજીની પંક્તિનો, ભગત ભગવાનજીની પરંપરાનો.

નવો ઉદાસીન અખાડો (શિખ)
વર્ષ 1902માં ઉદાસીન સાધુઓમાં મતભેદ થવાને કારણે મહાત્મા સૂરદાસજીની પ્રેરણાથી એક અલગ સંગઠન બનાવાયું હતું, જેનું નામ ઉદાસન પંચાયતી અખાડા નામ રાખવામાં આવ્યું હતું. આ અખાડામાં માત્ર સંગત સાહબની પરંપરાના સાધુ જ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news